‘જન આશીર્વાદ યાત્રા’નું ભવ્યાતિભવ્ય સ્વાગત કરતું શહેર ભાજપ

‘જન આશીર્વાદ યાત્રા’નું ભવ્યાતિભવ્ય સ્વાગત કરતું શહેર ભાજપ
‘જન આશીર્વાદ યાત્રા’નું ભવ્યાતિભવ્ય સ્વાગત કરતું શહેર ભાજપ

રાજકોટમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની
શહેરના 20 વિવિધ રૂટ પર યાત્રાનું ફુલોની પાંખડીથી સ્વાગત, દેશભકિતના ગીતોથી વાતાવરણ ગુંજ્યું – બાળાઓ દ્વારા રાસની રમઝટ
ભાજપના તમામ વોર્ડ, સેલ અને મોરચાના અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓએ ઉપસ્થિત રહી સ્વાગત સહિતની જવાબદારી સંભાળી

સરકારમાં નવનિયુકત મંત્રીઓ સૌરાષ્ટ્ર- ગુજરાતમાં જન આશીર્વાદ યાત્રા થકી ભારતના ભવ્ય વિકાસની આછેરી ઝલક જન-જન સુધી પહોંચાડવા પ્રવાસ કરી રહયા છે ત્યારે રાજકોટ મહાનગર ખાતે જન આશીર્વાદ યાત્રામાં

Visit Saurashtra Kranti Homepage here

આજે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના આગમન સાથે એરપોર્ટથી પ્રારંભ થયો હતો. રાજકોટમાં આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની આગેવાનીમાં ભાજપની જનયાત્રા શરુ થઈ છે.

જેમાં ફટાકડા ફોડી, ઢોલ નગારાના તાલે સ્વાગત કરાયું છે. હાલ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રાજકોટ એરપોર્ટ પર પહોંચી ગયા હતા. જ્યાં તેમણે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાના આશીર્વાદ લીધા હતા.

આ સમયે મુખ્ય માર્ગો પર ભાજપ કાર્યકરોએ ફૂલથી સ્વાગત કર્યું હતું. શહેર ભાજપ દ્વારા આ યાત્રાનું બેન્ડ,ફુગ્ગા, બાળાઓના રાસ, ઢોલ, શરણાઈ, ડી.જે.ની રમઝટ, ફુલોની પાંખડીથી શાનદાર સ્વાગત થશે ત્યારબાદ રેેસકોર્ષ,

કીસાનપરા ચોક, મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, વિરાણી ચોક, ભકિતનગર સ્ટેશન પ્લોટ, બોમ્બેહોટલ, લોધાવાડ ચોક, કેનાલ રોડ, ગુંદાવાડી, જિલ્લા ગાર્ડન ચોક, પ્રજાપતીની વાડી, ચુનારાવાડ ચોક, પટેલ વાડી, પેડક રોડ,

બાલક હનુમાન, ત્રીવેણી મેઈન રોડ, રીંગરોડ થઈ સમાપન થશે ત્યારે યાત્રાના સમગ્ર રૂટ પર કેસરીયો માહોલ સર્જાશે અને વિવિધ સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં યાત્રાનું ભવ્ય સન્માન કરી રહ્યા હતા. ‘જન આશીર્વાદ યાત્રા’ને સત્કારવા

વિવિધ રૂટ પર યાત્રાનું ફુલોની પાંખડીથી સ્વાગત કરાયેલ. બાળાઓ દ્વારા રાસની રમઝટ બોલાવાઇ હતી. સંતો-મહંતોએ આર્શિવચન તેમજ વિવિધ કલાકારોએ પોતાની કલા પીરસી હતી.

સમગ્ર રૂટ પર ભાજપના પાંચ હજારથી વધુ ઝંડા અને વીસ હજારથી વધુ ઝંડી લગાવી કેસરીયો માહોલ સર્જવામાં આવ્યો હતો. ત્યારે આ જન આશીર્વાદ યાત્રાને સફળ અને યાદગાર બનાવવા પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્રાજ,

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, મહીલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી,

પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, શહેરના મેયર ડો. પ્રદિપ ડવ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર,

Read About Weather here

રક્ષાબેન બોળીયા, કશ્યપ શુકલ સહીતના અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ દિવસ-રાત એક કરીને પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here