જન્માષ્ટમીના તહેવાર નિમિતે રાત્રે 1 વાગ્યા સુધી કફર્યુમાં છૂટ આપવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા શહેર પ્રમુખ અશોક ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપ ત્રિવેદી

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદીની સંયુક્ત યાદીમાં જણાવ્યું છે કે પવિત્ર શ્રાવણમાસમાં વિવિધ પવિત્ર તહેવાર આવતા હોય

Visit Saurashtra Kranti Homepage here

તેમજ ભગવાનશ્રી કૃષ્ણ જન્મ શ્રાવણ વદ છઠ્ઠ, સાતમ, આઠમ અને નોમના આ ખાસ દિવસોમાં નગરજનો ભક્તિભાવથી મંદિરોમાં પૂજા-અર્ચના-આરાધના-સાધના કરતા હોય

તેમજ કોરોના મહામારીની તમામ ગાઈડ લાઈન્સનું પણ રાજકોટના નગરજનો ચુસ્તપણે પાલન કરતા હોય ત્યારે સાતમ-આઠમના પવિત્ર તહેવારના દિવસોમાં રાત્રીના સમયે ખાસ

કરીને આઠમના દિવસે જયારે કૃષ્ણ જન્મોત્સ્વ ઉજવીને ભક્તજનો મોડી રાત્રીએ ઘર તરફ પ્રયાણ કરતા હોય ત્યારે પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે આથી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ડાંગર અને કાર્યકારી

પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદીએ મુખ્યમંત્રીને આ પવિત્ર દિવસોમાં રાત્રી કરફ્યુંના સમયમાં બે કલાકની છૂટછાટ આપવામાં આવે અને રાત્રે 1 વાગ્યાનો સમય મર્યાદા કરવામાં આવે તેમજ પોલીસ દ્વારા પ્રજાને ખોટી રીતે હેરાનગતી કરવામાં ન આવે તેવી રાજકોટની ધર્મપ્રિય જનતાની લાગણીને ધ્યાનમાં રાખીને રજૂઆત કરેલ છે.

તેમજ જો પોલીસ દ્વારા નગરજનોને ખોટી રીતે કનડગત કરવામાં આવશે તો કોંગ્રેસ કાર્યકર જાગૃત પ્રહરીની ભૂમિકા ભજવશે.

Read About Weather here

તેવું રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદીની અખબારી યાદીમાં જણાવ્યું છે.(7.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here