જન્માષ્ટમીના તહેવારો પર પ્રાણી ઉદ્યાન અને બાગ-બગીચા ખુલ્લા રહેશે…?

જન્માષ્ટમીના તહેવારો પર પ્રાણી ઉદ્યાન અને બાગ-બગીચા ખુલ્લા રહેશે...?
જન્માષ્ટમીના તહેવારો પર પ્રાણી ઉદ્યાન અને બાગ-બગીચા ખુલ્લા રહેશે...?

કોવિડ ગાઇડલાઇનનું પાલન કરવા તેમજ બાળકોની તકેદારી રાખવા પદાધિકારીઓની અપીલ

મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, અને બાગ બગીચા સમિતિના ચેરમેન અનિતાબેન ગોસ્વામી એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, સૌરાષ્ટ્રમાં જન્માષ્ઠમીના તહેવારોનું ખુબજ મહત્વ હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

કોરોના મહામારીના કારણે ઘણા તહેવારો, કાર્યક્રમો વિગેરે બંધ રાખવામાં આવેલ. હાલમાં, શહેરમાં કોરોના ખુબજ નહીવત છે. રાજ્ય સરકાર દ્વારા પણ જન્માષ્ટમીને ધ્યાનમાં રાખી છુટછાટ આપવામાં આવેલ છે.

જેથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આગામી જન્માષ્ટમીના તહેવારો ધ્યાનમાં રાખી રાજકોટ પ્રાણીઉદ્યાન તેમજ શહેરમાં આવેલ બાગ-બગીચાઓ ખુલ્લા રાખવામાં આવશે. કોવિડ ગાઈડલાઈનનો અમલ રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય સ્થળોએ મેડીકલ ટીમો, સિક્યુરિટી વ્યવસ્થા કરવામાં આવશે.

Read About Weather here

તેમજ શહેરીજનોએ પણ કોરોના સાવ ખતમ નથી તે ધ્યાનમાં રાખી કોવીડ ગાઈડલાઈનનું પાલન કરવા તેમજ બાળકોની ખાસ તકેદારી રાખવા અંતમાં પદાધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે.(6.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here