જન્મના 3 કલાકમાં જ બાળકીને કચરાના ઢગલામાં નાંખી દેતાં મોત

જન્મના 3 કલાકમાં જ બાળકીને કચરાના ઢગલામાં નાંખી દેતાં મોત
જન્મના 3 કલાકમાં જ બાળકીને કચરાના ઢગલામાં નાંખી દેતાં મોત
લિંબાયતના ગણેશનગર-1 કંઠી મહારાજથી રામ મંદીર જવાના રસ્તા ઉપરથી મળી આવેલા બાળકીના મૃતદેહને જોઈ લોકોએ જનેતા સામે ફિટકાર વરસાવ્યો હતો. સુરતમાં 3 કલાક પહેલાં જન્મેલી બાળકીને નિષ્ઠુર જનેતાએ કચરાના ઢગલાંમાં નાખી દેતા મૃત હાલતમાં મળી આવી હતી. સિક્યુરિટી ગાર્ડે જણાવ્યું હતું કે લોકોને જોઈ દુઃખ થાય છે. બાળકીનો મૃતદેહ કચરાના ઢગલા પર પડેલો હતો અને લોકો વીડિયો-ફોટો બનાવી રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

જોકે ઘટનાને લઈ પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પોલીસ દોડી આવી હતી.લિંબાયત પોલીસે જણાવ્યું હતું કે, બાળકીનો મૃતદેહ રોડ ડીવાઇડરની બાજુમાં કચરાના ઢગલામાં પેપરની અંદર વિટળાયેલી હાલતમાં મળી આવ્યો હતો. તપાસમાં એક તાજું જન્મેલુ ગર્ભનાળ સાથે જોડાયલું નવજાત બાળકને જોઈ એક સિક્યુરિટી ગાર્ડે પોલીસ કંટ્રોલને જાણ કરતા પોલીસને જાણ થઈ હતી. પી.સી.આર વાનના કાર્મચારીઓ ઘટના સ્થળે દોડી જઇ 108ની મદદથી નવજાત બાળકના મૃતદેહ ને સ્મીમેર લઈ ગયા હતા. આ નવજાત તાજું જન્મેલી બાળકીને જન્મ પહેલા કે જન્મ પછી કે જન્મ વખતે મુત્યુ થયું હોય કે પછી જન્મ બાદ પાપ છુપાવવા કે ગુપ્ત રીતે મૃતદેહનો નિકાલ કરવા સારુ આ કોઈ બાળકીના મૃતદેહને ત્યજી દેવાયું હોય એ તપાસનો વિષય છે.

Read About Weather here

જે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.મુકેશ સિંગ રણવીજય સિંગ રાજપૂત (સિક્યુરિટી ગાર્ડ) એ જણાવ્યું હતું કે હું નોકરી પરથી છૂટ્યા બાદ ઓટો રિક્ષામાં ગોડાદરા થઈ ઘરે જઈ રહ્યો હતો. રસ્તામાં લોકોની ભીડ જોઈ રીક્ષા ઉભી રહી હતી. ભીડમાં લોકો ફોટો-વીડિયો બનાવી રહ્યા હતા. મારી નજર પડતા કચરાના ઢગલા પર એક બાળકીનો મૃતદેહ હતો. જેનો વીડિયો-ફોટો બનાવવામાં લોકો વ્યસ્ત જોઈ દુઃખ થયું હતું. બાળકીના મૃતદેહ પાસે દવાની બોટલો અને પાણી ચઢાવવાનો પાઇપ પણ પડેલો હતો. એક પેપરમાં વિટાળીને કોઈ બાળકીને કચરામાં ફેંકી ગયું હોય એમ લાગતું હતું. હાલ આ બાબતે લિંબાયત પોલીસ તપાસ કરી રહી છે. મે તાત્કાલિક પોલીસ કંટ્રોલમાં જાણ કરી અને પોલીસ આવ્યા બાદ નીકળી ગયો હતો વધુમાં જણાવ્યું હતું કે બાળકી 3 કલાક પહેલાં જ જન્મેલી હોય એમ લાગતું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here