જનભાગીદારીની ગ્રાન્ટની રાહ જોતા કોર્પોરેટરો: સાગઠીયા

આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી

મનપાને ગ્રાન્ટ મળતી નથી લોક વિકાસના કામો અટકયા!

મહાનગરપાલિકાની સામાન્ય સભા કાલે યોજાવાની છે તે પૂર્વ જ જનભાગીદારી ગ્રાન્ટના મુદ્દે વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, મહાનગરપાલિકામાં 72 કોર્પોરેટરો ચૂંટાયા છે જે ને મહાનગર પાલિકાના બજેટમાં અને જનરલ બોર્ડમાં થયેલ દરખાસ્ત મુજબ જનભાગીદારી ગ્રાન્ટ રાજકોટના કોર્પોરેટરોઓને લોકોના કલ્યાણ માટે વાપરવાની હોય છે પરંતુ, રાજકોટ મહાનગરપાલિકામાં 2021-22નું વર્ષ લગભગ પૂર્ણ થવા આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ આજ દિવસ સુધીમાં સરકાર પાસેથી કોર્પોરેટરને વાપરવાની થતી જનભાગીદારીની ગ્રાન્ટનો એક પણ રૂપિયો આજ દિવસ, સુધીમાં મહાનગરપાલિકાને મળ્યો નથી, ગત વર્ષના કોર્પોરેટરોની ગ્રાંટમાં અમુક કોર્પોરેટરોની વણવપરાયેલ ગ્રાન્ટ રહેલ હતી જો આખુ વર્ષ ગ્રાન્ટ વાપરી શકતા ન હોય તેવા કોર્પોરેટરોએ હવે ફક્ત બે મહિના બાકી છે તો પોતાની ગ્રાન્ટ ક્યાં અને કેવી રીતે વાપરશે? અમુક કોર્પોરેટરો નવા છે જેણે હજી પ્રથમવાર આ ગ્રાન્ટ લખવાની હોય બની શકે છે કોઈકને ખબરના પણ હોય અને પોતાની ગ્રાન્ટ વણવપરાયેલી પડી રહે.

સાગઠીયાએ વધુમાં જણાવ્યું કે વિસ્તારના લોકોને પોતાના કામ કરાવવાના હોય કોર્પોરેટરોએ પોતાને કામ કરવા હોય પરંતુ સરકાર પાસેથી મહાનગરપાલિકાને ગ્રાન્ટ મળતી નથી જેથી લોકો વિકાસના કામો આખા રાજકોટમાં અટકી ગયા છે જનભાગીદારીમાં આવતી ગ્રાન્ટનો આજ સુધીમાં એક પણ રૂપિયો મહાનગરપાલિકાને મળ્યો નથી, જેથી ભાજપના કોર્પોરેટરો તો પક્ષની મર્યાદામાં રહી ધીમે ધીમે વાતો કરી રહ્યા છે

Read About Weather here

મારે તેમને પણ કહેવું છે કે પક્ષ કરતા પ્રજા મહાન છે જે પ્રજાએ તમને મત આપ્યા છે તેને ભૂલતા નહિ તેના માટે નક્કી થયેલ ગ્રાન્ટ નક્કી થયેલા સમય મર્યાદામાં વાપરવીએ આપણી જવાબદારી છે જે અદા કરો તેવી ભાજપના કોર્પોરેટરોને વિનંતી કરી છે તેમજ જણાવ્યું છે કે આ જનભાગીદારીની ગ્રાન્ટ એ અધિકાર છે તમારો અધિકાર લઇ તમારા વોર્ડના લોકો માટે નાના-મોટા વિકાસના કામો કરવા માટેની આ ગ્રાન્ટ આપવામાં આવે છે તેવું વશરામભાઈ એ યાદીના અંતમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here