જગ્યા રોકાણ શાખાના અધિકારીઓ ઉપર થયેલ હુમલાના તમામ આરોપીઓ ડિસ્ચાર્જ

જગ્યા રોકાણ શાખાના અધિકારીઓ ઉપર થયેલ હુમલાના તમામ આરોપીઓ ડિસ્ચાર્જ
જગ્યા રોકાણ શાખાના અધિકારીઓ ઉપર થયેલ હુમલાના તમામ આરોપીઓ ડિસ્ચાર્જ
આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરતાં પહેલા જગ્યા રોકાણ શાખાના અધિકારી દ્વારા ઉપરી અધિકારીની પરવાનગી લેવામાં આવેલ ન હોય જેથી આરોપી પક્ષ દ્વારા કરવામાં આવેલ પ્રોસીડિંગ્સ ડ્રોપની અરજી મંજુર કરતાં અધિક જયડિશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટ, રાજકોટ. આ કેસની મુજબ જયરાજસિંહ ભરતસિંહ જાડેજાએ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ કે અમો તથા અમારી સાથે ઈસ્ટ ઝોનના ઈન્ચાર્જ સાધાભાઈ જીલરીયા, વેસ્ટ ઝોનના ઈન્ચાર્જ તથા સેન્ટ્રલ ઝોનનાં ઈન્ચાર્જ ઘનશ્યામસિંહ જાડેજા તથા એસ.આર.પી.ના સ્ટાફ દ્વારા રામાધણીની બાજુમાં ગોવિંદ રત્નમ બંગ્લોઝ વાળી જગ્યા પર રોકાણ અધિકારી બી.બી. જાડેજાના આદેશથી દબાણ હટાવવા આવેલ તે સમયે પાથરણવાળાઓ આરોપી જીવીબેન ઉઘરેજા,

Visit Saurashtra Kranti Homepage here

જગદીશભાઈ જસમતભાઈ ભાલાળા, રાજુભાઈ ઉઘરેજા, સંજયભાઈ ઉઘરેજા તથા રાધાબેન ડાંગરેચીયાએ અમો તથા અમારા સ્ટાફના માણસો સાથે ગાળાગાળી કરી, બળજબરી કરી તથા પથ્થર વડે તથા પાથરણાની છત્રી, પાઈપ વડે હુમલો કરેલ જેથી આરોપીઓ વિરૂધ્ધ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાતા ગુન્હો આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ. ત્યારબાદ તેઓની સામે રાજકોટના એડિશનલ જયુડિશીયલ મેજીસ્ટેટની કોર્ટમાં ચાર્જશીટ પોલીસ દ્વારા ફાઈલ કરવામાં આવેલ હતી.

Read About Weather here

આરોપીઓના એડવોકેટ દ્વારા ચાર્જ ફ્રેમ પહેલા પ્રોસીડિંગ્સ ડ્રોપની અરજી આપવામાં આવેલ અને એડવોકેટ દલીલ કરવામાં આવેલ કે, હાલના આરોપીઓ સામે ફરિયાદી કોર્ટમાં કોઈ લેખિત ફરિયાદ કરેલ ન હોય જેથી કોગ્નીઝન્સ લઈ શકાય તેમ ન હોય તેમજ ફરિયાદીએ તેમની ઉપલા અધિકારીની પરવાનગી લીધેલ ન હોય જેથી આ કામનાં આરોપીઓ સામે ચાર્જશીટમાં દર્શાવેલ કલમો માંથી ઉપરોકત ગુન્હાના કામે પ્રોસીડિંગ્સ ડ્રોપ કરી નિર્દોષ જાહેર કરી છોડી અરજ કરેલ હતી. જેથી કોર્ટે તમામ આરોપીઓ સામે પ્રોસીડિંગ્સ પડતા મુકવાનો હુકમ કરવામાં આવેલ અને આરોપીઓને નિદોર્ષ ઠરાવી છોડી મુકાવનો હુકમ કરવામાં આવેલ હતો. આ કેસમાં આરોપીઓ વતી એડવોકેટ સ્તવન જી. મહેતા, ડી.બી. બગડા, નિકુંજ શુકલા, કૃશન ગોર, બ્રિજેશ ચૌહાણ તથા ત્રિશુલ પાનસુબિયા રોકાયેલ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here