છત્તીસગઢમાં દુર્ગા પૂજા વિસર્જન કરતા ભાવિકો પર ધસમસતી કાર ચડી જતા એકનું મોત, 16થી વધુને ઇજા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
છત્તીસગઢનાં જસપુર જિલ્લાના પાથલ ગામમાં દુર્ગા પૂજા વિસર્જન લોહીયાળ બની ગયું હતું. દુર્ગા માતાની પ્રતિમાની વિસર્જન કરી રહેલા ભકતોના એક સમુહ પર દોડતી ધસમસતી કાર ચડી ગઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

પરિણામે કારની ઠોકરે એકનું મૃત્યુ થયું હતું અને 16થી વધુ ભાવિકોને ઇજા થઇ હતી. તમામ ઇજા ગ્રસ્તોને ફ્રેંકચર જેવી ઇજાઓ થઇ હતી અને તાત્કાલીક દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

જસપુર પોલીસે જણાવ્યા મુજબ ભાવિકો પર કાર ચડાવી દેવાના આરોપસર બન્ને અપરાધી બબલુ વિશ્ર્વકર્મા અને સાહુની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બન્ને તહોમતદારો મધ્યપ્રદેશના શીંગરોલીના રહેવાસી છે. કાર લઇને બન્ને છત્તીસગઢમાંથી પસાર થઇ રહયા હતા. ત્યારે આ દુર્ઘટના બની હતી. કાર પણ આગમાં સળગી ગઇ હતી.

સ્થાનિક લોકોએ એવો દાવો કર્યો છે કે, બન્ને શખ્સો ગાંજાની હેરફેર કરી હતા અને પુરાવાનો નાશ કરવા માટે જાતે કાર સળગાવી નાખી હતી. ઘટનાને પગલે ભારે તંગદીલી ઉભી થઇ હતી.

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી રમણસિંઘે મૃતકના પરિવાર માટે રૂ.50 લાખની સહાય જાહેર કરવાની માંગણી કરી હતી. મુખ્યમંત્રી ભુપેશ બધેલે જાહેર કર્યુ હતું કે, ન્યાય કરવામાં આવશે.

Read About Weather here

આ ઘટના ખુબ દુ:ખદ અને હદય દ્રાવક છે. આરોપી પકડાઇ ગયા છે. દોષીત પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી થઇ રહી છે. કોઇને છોડવામાં નહીં આવે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here