ચોરી ઉપરશે સીના જોરી… મહિલાની છેડતી કરી શખ્સે ધમકી આપી

ચોરી ઉપરશે સીના જોરી... મહિલાની છેડતી કરી શખ્સે ધમકી આપી
ચોરી ઉપરશે સીના જોરી... મહિલાની છેડતી કરી શખ્સે ધમકી આપી

ગોંડલમાં આવેલા શ્રીનગરમાં બનેલો બનાવ: પટેલ મહિલાએ બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે શોધખોળ આદરી

ગોંડલમાં આવેલા ગુંદાળા રોડ પર શ્રીજીનગર  ઘર પાસે કામ કરતી મહિલાની બાઈક સવારે છેડતી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ ગોંડલનાં શ્રીજીનગરમાં રહેતી નિશાબેન યોગેશભાઈ ત્રાડા (ઉ.વ.34) નામની પટેલ મહિલાએ ગોંડલ સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જેમાં આરોપી તરીકે બાઈક નંબર જીજે-3 કે.આર.8751 નો ચાલક દર્શન ધર્મેશ ગોંડલીયાનું નામ આપ્યું છે.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગઈકાલે સવારે તેઓ અન્ય મહિલા સાથે પોતાના ઘર પાસે કામ કરતા હતા ત્યારે ઉપરોક્ત બાઈક નંબર વાળો દર્શન પોતાનું બાઈક લઇ નિકળ્યો હતો.

ત્યારે ઘર પાસે કામ કરતી મહિલાને પાછળનાં ભાગે થાપલી મારી શારીરિક સ્પર્શ કરી છેડતી કરી હતી.

આ બાબતે શખ્સને ટપારતા ઉશ્કેરાયેલા શખ્સે ગાળો ભાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

Read About Weather here

બનાવ બાદ પટેલ મહિલાએ ગોંડલ સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઈ બી.એલ.ઝાલાએ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here