ચોરીના ગુનામાં પકડાયેલને આરોપી તરીકે ફિટ ન કરવા પીઆઇએ 2 લાખ માંગ્યા: એસીબીમાં ફરીયાદ

ચોરીના ગુનામાં પકડાયેલને આરોપી તરીકે ફિટ ન કરવા પીઆઇએ 2 લાખ માંગ્યા: એસીબીમાં ફરીયાદ

લાંચ લેવામાં સંડોવાયેલા તમામ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નીવારણ અધિનીયમ મુજબની ફરીયાદ નોંધી ધો2ણસ2ની કાર્યવાહી કરવા અરજદારની અપીલ
જમાઇ સાગર વિરડાને પી.આઇ હડિયાએ લાંચ આપો અથવા ખોટા ગુનામાં ફસાવવાની ધમકી આપતા તેમની વિરૂધ્ધ હમીરભાઇ પડેસાએ એસીબી અને વિજીલન્સમાં ફરીયાદ દાખલ કરી હતી.

શહેરમાં કથીત તોડકાંડ બાદ દિવસેને દિવસે નવા નવા કાંડો સામે આવી રહયા છે અને અલગ અલગ અધિકારીઓ પર આક્ષેપોનો વરસાદ થઇ રહયો છે. ત્યારે આજે એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ જી.એમ.હડીયા સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પીઆઇ હડિયા દ્વારા પકડાયેલને નિર્દોષ સાબિત કરવા માટે બે લાખની લાંચ માંગ્યાનો ફરીયાદીએ આક્ષેપ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

ફરીયાદી હમીરભાઈ પડેસા દ્વારા તેમના જમાઈ સાગર વીરડાને ખોટી રીતે ફસાવવાની ધમકી અને લાંચ માંગવા બદલ પીઆઈ હડિયા વિરુદ્ધ લાંચ રુશ્વત વિરોધી બ્યુરો-ગુજરાત અને વિજીલન્સ કમિશ્નર-ગુજરાતને ફરિયાદ દાખલ કરી છે અને પીઆઈ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા.15-12-2021 ના રોજ સાંજના આશરે 5 વાગ્યાની આસપાસ એરપોર્ટ પોલીસ સ્ટેશન રાજકોટના પોલીસ અધિકારીઓએ ફરિયાદીના જમાઇ સાગરભાઇ વીરડાને રાજકોટ માર્કેટીંગ યાર્ડ માથી ઉઠાવી લીધેલ અને પોલીસ સ્ટેશને લઇ ગયેલ.

ફરીયાદીના જમાઇ સાગરભાઇ વીરડીયા પોતે ડ્રાઇવીંગનો ધંધો કરે છે અને ટ્રાન્સપોર્ટનું કામકાજ કરે છેફરીયાદીના જમાઇને એરપોર્ટ પોલીસે ઉઠાવી લીધેલ હતા જેની જાણ ફરીયાદીને બીજે દીવસે થતા તેઓએ આ અંગે તપાસ કરતા જાણવા મળેલ કે ગત તા.10-12-2021 ના રોજ સાગરને એક ફેરા માટે ફોન આવેલ જે ફેરો સાતડા ગામેથી ચણા ભરી અને રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ચણા પહોંચાડવાનો હતો પરંતુ તે ચણા ચોરીના હોવા અંગેની ફરીયાદ એરપોર્ટ પોલીસને કરવામાં આવેલ હતી જે ફરીયાદની તપાસના કામે સાગરને એરપોર્ટ પોલીસે રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતેથી તા.15 12-2021 ના રોજ ઉઠાવેલ હતો.

બનાવ બાદ સાગર નીર્દોષ હોઇ તેને માત્ર ચણા મળેલ ઓર્ડર મુજબ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોચાડેલ હોઇ તેનો આ ગુન્હામાં કોઇ હાથ ન હોય જેથી ફરીયાદીએ તેમના મીત્ર મુકેશભાઇ મેઘાણીને વાત કરેલ કે સાગરને ખોટી રીતે પોલીસ ફીટ કરે નહી તેમાટે ભલામણ કરવા જણાવેલ ત્યારે મુકેશભાઇએ એરપોર્ટ પોલીસ સ્ટેશન રાજકોટમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી મહાવીરસિંહ ચુડાસમાને તમામ હકીકતો જણાવતા આ મહાવિરસિંહએ મીત્ર મુકેશભાઇ મેધાણાના વોટસ એપ નં.પર ફોન આવેલ અને આરોપી સાગર વીરડીયાને ફરીયાદ માં આરોપી તરીકે લેવડાવો ન હોય અને સાક્ષી તરીકે લેવડાવો હોયતો પી.આઇ. હડીયાએ રૂ.2 લાખ ની માંગણી કરી હતી.

Read About Weather here

જેથી આ ફોન આવ્યા બાદ ફરીયાદીએ આવી કોઈ રકમ આપવાની નાપાડેલ હતી. જેથી તેઓએ પીઆઈ અને કર્મચારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી અને તપાસ માં ખુલે તે તમામ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નીવારણ અધિનીયમ મુજબની ફરીયાદ નોંધી ધો2ણસ2 ની કાર્યવાહી કરવાગી અપીલ કરી છે. આગામી દિવસોમાં ફરીયાદને ધ્યાનમાં લઇને અને પીઆઇ હડીયા પર થયેલ ગંભીર આક્ષેપો થતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા શું પગલા લેવમાં આવશે તે જોવાનું રહ્યું તેમજ આક્ષેપોને ગંભીરતાથી લઇને તપાસ કરાશે કે કેમ તેવુ પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here