ચોટીલાની વિદ્યાર્થિનીઓની નેશનલ ખો-ખો સ્પર્ધામાં પસંદગી

ચોટીલાની વિદ્યાર્થિનીઓની નેશનલ ખો-ખો સ્પર્ધામાં પસંદગી
ચોટીલાની વિદ્યાર્થિનીઓની નેશનલ ખો-ખો સ્પર્ધામાં પસંદગી

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી વિનયન કોલેજનું ગૌરવ વધાર્યુ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બહેનો માટે ઇન્ટર કોલેજ ખો-ખો સ્પર્ધા મહિલા કોલેજ ખામટા ખાતે યોજાઇ હતી. આ સ્પર્ધામાં પ્રથમ વખત જ ભાગ ચોટીલાની રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી વિનયન કોલેજ ચોટીલાની ટીમે ભાગ લીધો હતો અને ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આ કોલેજની ટીમમાંથી ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી વિદ્યાર્થીની પરમાર સજ્જનબેન કાળુભાઈ કે જેઓ બી.એ. સેમેસ્ટર 4 માં અભ્યાસ કરે છે અને ચોટીલા તાલુકાના સણોસરા ગામે રહે છે તેમજ ગોહિલ નેહલબેન ગગજીભાઈ કે જેઓ બી.એ. સેમેસ્ટર-1 માં અભ્યાસ કરે છે અને ચોટીલા તાલુકાના અંતરિયાળ એવા લાખચોકીયા ગામે રહે છે. આ બંને વિદ્યાર્થીનીઓની ખો-ખો નેશનલ સ્પર્ધામાં પસંદગી થતા રા. શા. ઝવેરચંદ મેઘાણી વિનયન કોલેજ ચોટીલા તેમજ ચોટીલા તાલુકાનું ગૌરવ વધારેલ છે.

Read About Weather here

આ તકે કોલેજ ના આચાર્ય ડો. સી. બી. બાલસ, રમતગમત ઇન્ચાર્જ ડો. અસ્મિતાબેન લીંબાસિયા તેમજ રતાભાઇ રોજાસરા દ્વારા વિદ્યાર્થીની ઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here