ચોટીલાના ખેરડી ગામે ફાયરિંગ કરનારા પાંચ ઝડપાયા : 2 ફરાર

ચોટીલાના ખેરડી ગામે ફાયરિંગ કરનારા પાંચ ઝડપાયા : 2 ફરાર
ચોટીલાના ખેરડી ગામે ફાયરિંગ કરનારા પાંચ ઝડપાયા : 2 ફરાર

વેપારી – 2 પુત્રવધુ પર 2 કારમાં આવેલા સાત શખ્સો ફાયરિંગ કર્યા બાદ ધોકા – પાઇપ વડે ખુની હુમલો કરી નાશી છૂટ્યા’ તા : લીંબડી ડીવાયએસપીની ટીમે નાકાબંધી કરી પાંચને ઝડપી લીધા, ઓળખ પરેડ બાદ રિમાન્ડ મગાશે

ચોટીલા ખેરડી ગામે ગાળો બોલવા મુદ્દે ઠપકો આપ્યાનો ખાર રાખી આરોપી જયરાજ ધાંધલ સહિત પાંચ શખ્સોએ ફાયરિંગ કરતા 2 મહિલા સહિત ત્રણને ઇજા થતાં રાજકોટ સિવિલમાં દાખલ કરાયા છે.જે ગુનામાં લીબડી ડી.વાય.એસ. સી.પી.મૂંધવાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ, થાનગઢ પોલીસની ટીમે નાકાબંધી કરી ગણતરીની કલાકોમાં પાંચ આરોપીને ઝડપી લઈ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. જ્યારે નાશી છૂટનાર બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

Subscribe Saurashtra Kranti here

ફાયરિંગના બનાવ અંગે ચોટીલાના ખેરડી ગામે રહેતા અશોક રામજી સાંકળિયા ( ઉ.વ 25) ની ફરિયાદ ચોટીલા પોલીસે આરોપી જયરાજ વલકું ધાધલ સહિત સાત અજાણ્યા શખ્સો સામે કારમાં આવી ધોકા પાઇપ વડે હુમલો કર્યા બાદ ફાયરીગ કરી 2 મહિલા સહિત ત્રણેને ઇજા કર્યાની ફરિયાદ નોંધાવી છે.જે ગુનામાં ચોટીલા પોલીસે ખુની હુમલો, રાયોટ, મારામારી, ધમકી, તોડફોડ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.

ચોટીલાના ખેરડી ગામે રહેતા કરીયાણાની દુકાન ધરાવતા રામજી નકાભાઈ સાંકળિયા ( ઉ.વ 45) ને બપોરના સમયે દુકાન પાસે ગાળો બોલવા મુદ્દે જયરાજ ધાંધલ સાથે માથાકૂટ થઈ હતી. જે બાબતનો ખાર રાખી રાત્રીના સમયે બે કારમાં ધસી આવેલા જયરાજ ધાંધલ સહિત પાંચ અજાણ્યા શખ્સોએ ધોકા પાઇપ તથા ફાયરીગ કરી પતરાનો ડેલો તોડી નાંખ્યો હતો. ગોળી ડેલાની આરપાર નીકળી જય ભારતી પ્રવીણ સાંકળિયા ( ઉ.વ 35) અને જાગુ અશોક સાંકળિયા ( ઉ.વ 36)ના સાથળના ભાગે લાગી જતા ગંભીર ઇજા થવા પામી હતી. જ્યારે ડેલો તોડી અંદર પ્રવેશ કરેલા જયરાજ સહિત ચાર શખ્સોએ પાઇપ વડે હુમલો કરી રામજી સાંકળિયાની કમર ભાંગી નાખી હતી.

બનાવ અંગેની જાણ થતાં સુરેન્દ્રનગરના એસ.પી મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ લીબડી ડી.વાય.એસ.પી સી.પી.મૂંધવા , ચોટીલા પી.આઈ એન.એસ.ચૌહાણ, થાનગઢના પી.આઈ એમ.ડી.ચૌહાણ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. તાકીદે અલગ અલગ ત્રણ ટિમો બનાવીને જિલ્લા કક્ષાએ નાકબંધી કરી આરોપી જયરાજ તથા સાળો તથા અન્ય ત્રણ આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડયા હતા. નાશી છૂટનાર અન્ય બે આરોપીની શોધખોળ હાથ ધરી હતી

Read About Weather here

પી.આઈ એન.એસ.ચૌહાણની ટીમે દોડી જઈ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડયા હતા .જ્યારે પોલીસની ટિમો દોડાવી એક આરોપીને સંકજામાં લીધો હોવાનું પણ જાણવા મળ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here