ચોકલેટ ફસાતાં 6 વર્ષની બાળકીનું મોત

ચોકલેટ ફસાતાં 6 વર્ષની બાળકીનું મોત
ચોકલેટ ફસાતાં 6 વર્ષની બાળકીનું મોત
પોલીસના જણાવ્યા મુજબ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે બાળકી (સામન્વી પુજારી) પોતાના ઘરમાં હતી અને સ્કૂલ બસમાં ચઢવાની હતી. કર્ણાટકના ઉડ્ડુપી જિલ્લામાં બુધવારે 6 વર્ષની એક બાળકીના ગળામાં ચોકલેટ ફંસાય જતા મોત નિપજ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, સવારે સામન્વી સ્કૂલ જવા માટે રાજી ન હતી. માતા-પિતા અને પરિવારના સભ્યોએ તેને સ્કૂલ જવા માટે જેમ-તેમ કરીને મનાવી લીધી.

Visit Saurashtra Kranti Homepage here

મા સુપ્રિતા પુજારીએ પણ સામન્વીને મનાવવા માટે એક ચોકલેટ આપી. આ વચ્ચે સ્કૂલ વાન આવી ગઈ. જેને જોઈને સામન્વીએ રેપરની સાથે જ ચોકલેટ મોઢામાં મૂકી દીધી. શ્વાસ રુંધાઈ જતા તેઓ બસના દરવાજાની પાસે જ બેભાન થઈ પડી ગઈ.

Read About Weather here

બેભાન સામન્વીને ભાનમાં લાવવા માટે બસના ડ્રાઈવર અને પરિવારના લોકોએ ઘણાં જ પ્રયાસ કર્યા. પરંતુ તે બેભાન થઈ ગઈ. ઘટનાની તપાસ કરતી બૈંદૂર પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે. તો સ્કૂલે સામન્વીના મોત પછી રજા જાહેર કરી દીધી. સામન્વી વિવેકાનંદ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પહેલાં ધોરણમાં ભણતી હતી. જે બાદ પરિવારના લોકો તેને નજીકની હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ડોકટરે તેને મૃત જાહેર કરી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here