ચેક રિટર્ન થતા પતિ-પત્નિ અને નિવૃત રેલ કર્મી પિતા-પુત્રને કોર્ટે એક-એક વર્ષની સજા ફટકારી

ચેક રિટર્ન થતા પતિ-પત્નિ અને નિવૃત રેલ કર્મી પિતા-પુત્રને કોર્ટે એક-એક વર્ષની સજા ફટકારી
ચેક રિટર્ન થતા પતિ-પત્નિ અને નિવૃત રેલ કર્મી પિતા-પુત્રને કોર્ટે એક-એક વર્ષની સજા ફટકારી

રાજકોટમાં લોનના ચડત હપ્તા ચૂકવવા આપેલા ચેકો રિટર્ન થતા પતિ – પત્ની અને નિવૃત રેલ કર્મી પિતા-પુત્રને કોર્ટે એક-એક વર્ષની સજા ફટકારી છે. તમામે રાજકોટની રેલરાજ ક્રેડિટ કો.ઓપ. સોસાયટીમાંથી લોન લીધા બાદ હપ્તા ચૂકવ્યા નહોતા, ચેકની રકમ જેટલું વળતર ચૂકવવા અદાલતે આદેશ કર્યો છે.

કેસની વિગત મુજબ રાજકોટના રેલનગર ખાતે આવેલી શ્રી રેલરાજ ક્રેડિટ કો.ઓપ.સોસાયટી લી.માંથી ઓમપ્રકાશ શોભરાજમલ ગનવાણી અને તેમના પત્ની અંજનાબેન ઓમપ્રકાશ ગનવાણી, નિવૃત રેલ્વે કર્મચારી જયંતિલાલ તુલશીભઈ ટાંક અને તેમના પુત્ર જીતેન્દ્ર જયંતિલાલ ટાંકે લોન લીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ચાલુ લોન દરમિયાન નક્કી થયા મુજબના હપ્તા ભરી ન શકતા ચડત હપ્તા વસુલવા મંડળીએ આરોપીઓએ આપેલા ચેકો વસૂલાત માટે બેન્કમાં જમા કર્યા હતા. જેમાં ઓમ પ્રકાશે રૂ.36147, અંજનાબેને રૂ.58130, જયંતિલાલે રૂ.1,10,383 તેમજ જીતેન્દ્રએ રૂ.97516નો ચેક આપેલો, જે ચેક રિટર્ન થતા ચેકની લેણી કરમ ચૂકવવા આરોપીઓને લીગલ નોટિસ અપાઈ હતી, તેમ છતા ચેકની રકમ ચૂકવતા મંડળી દ્વારા કોર્ટમાં ફરિયાદ દાખલ કરાઈ હતી.

જે કેસ ચાલતા કાયદાની તમામ પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી. જેમાં એડવોકેટ મીનાક્ષીબેન એચ.દવેની દલીલો તેમજ રજૂઆતોને ધ્યાનમાં લઈ આ કેસો એમ.આર.લાલવાણીની કોર્ટમાં ચાલતા તેઓએ ચારેય આરોપીને એક-એક વર્ષની સજાનો હુકમ આપતો ચુકાદો ફરમાવેલ છે. તેમજ ચેકની રકમ વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો છે.

Read About Weather here

આ કેસમાં ફરિયાદી સોસાયટી વતી એડવોકેટ મીનાક્ષીબેન એચ.દવે રોકાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here