ચૂંટાયેલા અને રીપીટ થનારાને લડવા માટે તૈયાર થઇ જવા ભાજપ મોવડીઓનો સંકેત?

ચૂંટાયેલા અને રીપીટ થનારાને લડવા માટે તૈયાર થઇ જવા ભાજપ મોવડીઓનો સંકેત?
ચૂંટાયેલા અને રીપીટ થનારાને લડવા માટે તૈયાર થઇ જવા ભાજપ મોવડીઓનો સંકેત?

નો-રીપીટ થિયરીનો જ મોટાભાગે અમલ થવાની શક્યતા નિહાળતા નિરીક્ષકો
જે નેતાઓ નાની-નાની બાબતોમાં મોઢું તોડી લેતા હોય એવા કોઈને ટિકિટ ન આપવા કાર્યકરોનું જબરું દબાણ

ગુજરાતમાં ચૂંટણી વહેલી આવે કે નિર્ધારિત સમયે આવે પણ એક હકીકત ઉડીને આંખે વળગી રહી છે કે, ચૂંટણીઓ પહેલા જ રાજ્યમાં ચૂંટણી જંગનું મેદાન જોરશોરથી ગાજવા લાગ્યું છે. ભાજપને નજીકથી જાણતા રાજકીય પંડિતો અને અવલોકનકારો કહી રહ્યા છે કે, ભાજપ નેતાગીરીની નો-રીપીટ વ્યૂહરચનાથી જે લોકો ઉગરી જવાના છે એ તમામને સંકેતો મળી ગયા હોવાથી નવા હરખ અને ઉત્સાહ સાથે ચૂંટણી લડવાની તૈયારીઓનો દમદાર પ્રારંભ કરી દીધો હોવાનું દેખાય છે. જો કે રાજકીય પંડિતો મક્કમપણે એવું કહી રહ્યા છે કે, ગુજરાતમાં ઉમેદવારોની પસંદગી મોટાભાગે નો-રીપીટ થિયરીનાં આધારે જ થશે. છતાં જે ધારાસભ્યો નો-રીપીટની ઘાણીમાંથી પીસાતા બચી જવાના છે એવા તમામને ચૂંટણીની તૈયારીમાં મંડી પડવા કહી દેવાયું છે. એવો મહત્વનો સંકેત ભાજપનાં આંતરિક સુત્રોમાંથી મળ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

બીજીતરફ એવી પણ ચર્ચા સાંભળવા મળી રહી છે કે, આ વખતે કાર્યકરો પણ ટાઢેકોઠે બેસી રહેવાના નથી. કાર્યકરો તરફથી પક્ષનાં મોવડીઓ પર એવું આગ્રહ ભર્યું દબાણ થઇ રહ્યું છે કે નાની-નાની બાબતમાં કાર્યકરોનું મોઢું તોડી લેતા નેતાઓને નેતાગીરીની ટિકિટ આપવી જોઈએ નહીં. અગાઉ પણ કાર્યકરોએ ચોક્કસ ધારાસભ્યો અને નેતાઓની કાર્યશૈલી અને કાર્યકરો સાથેના વર્તન અંગે નેતાગીરી સુધી વાત પહોંચાડી છે. એટલે એવું માનવામાં આવે છે કે અને રાજકીય પંડિતોને લાગે છે કે, પક્ષનાં મોવડી મંડળ દ્વારા આ વખતે કાર્યકરોની રજૂઆતો ગંભીરતાથી કાને ધરીને એમની લાગણીઓ અને માંગણીઓનો ઉપયુક્ત પડઘો પાડવામાં આવી શકે છે. જો એવું થાય તો ટિકિટ મળી જ ગઈ છે. એવું માનીને અત્યારથી ઊછળભૂત કરી રહેલા એવા કાર્યકરોની ગુડબુકમાંથી નીકળી ગયેલા નેતાઓનાં અરમાનો પર પાણી ફરી વળવાની સંભાવના દેખાય છે.

ગુજરાતનો ગઢ અપરાજીત રાખવા માટે ભાજપની ટોચની નેતાગીરી આ વખતે એક એવી ફૂલપ્રુફ વ્યૂહરચના ઘડવા માંગે છે. એ માટે કોઈપણ નેતાનાં વગ વિસ્તાર, બાહુબળ અને નાણાનો જોર જોવાને બદલે કાર્યકરગણમાં એમની છાપ કેવી છે અને કામગીરી કેવી રહી છે એ બે મુખ્ય મુદ્દાઓ ટિકિટ ફાળવણીનું માપદંડ બની શકે છે. જો એવું થાય તો મોટાપાયે મેદાન સાફ થઇ જાય એમ છે અને અનેક નવા ચહેરાને મેદાનમાં આવવાની તક મળી શકે છે.

જાણકાર સુત્રોની વાત માનીએ તો કાર્યકરોએ જે પ્રકારે રજૂઆતો કરી છે અને જે રીતે પહેલીવાર મોવડીઓએ રજૂઆતો માટે કાન ધર્યા છે. ભાજપની ટોચની નેતાગીરી દિલ્હી અને ગુજરાતમાં વારંવાર સ્પષ્ટ સંકેત આપી ચુકી છે કે, ગુજરાતમાં વિક્રમસર્જક વિજય મેળવવો હોય તો ટકોરા મારીને ઉમેદવારો પસંદ કરવાના રહેશે. તેમ ભાજપનાં આંતરિક સુત્રો ભાર પૂર્વક કહી રહ્યા છે. અલબત નેતાગીરીનાં મૂડ અને દિશાને પારખી ગયા છતાં અનેક નેતાઓ ચૂંટણી લડવાની ઈચ્છા સાથે દિલ્હી દરબારમાં દોટ મૂકી રહ્યા છે અને પોતપોતાની રીતે છેડા લગાવવાના પ્રયાસોમાં લાગી ગયા છે. ચૂંટણી ઈચ્છુક નેતાઓ કેન્દ્રીય નેતાગીરી સમક્ષ અત્યારથી ખોળો પાથરવા લાગ્યા છે જેથી કરીને કોઈપણ રીતે મનામણા કરીને ટિકિટનું પાકું કરી શકાય. એમની આ કવાયત કેટલી સફળ રહે છે અથવા તો વ્યર્થ જાય છે એ થોડા દિવસોમાં જ સ્પષ્ટ બની જશે. જે ધારાસભ્યોને રીપીટનાં સંકેત મળ્યા છે તે ઉત્સાહભેર કામે લાગી ગયા છે અને વિજય માટે નબળી તાકાત કામે લગાડી દીધી છે. આવનારા દિવસો ભાજપ માટે અને ગુજરાતનાં રાજકારણ માટે ખૂબ જ મહત્વનાં બની રહેશે એ નક્કી છે.

Read About Weather here

ભાજપની નેતાગીરીએ પક્ષનાં તમામ ધારાસભ્યોનાં વર્ક રીપોર્ટ મેળવી લીધા છે. એટલે નેતાગીરીથી કશું છૂપું નથી. બીજીતરફ કાર્યકરોએ પણ ઘણાબધાની સામે આંખ ઉઘાડનારી રજૂઆતો કરી છે. આ તમામ પરિબળો મોવડીઓનાં નિર્ણયની દિશા નક્કી કરશે એ નિશ્ર્ચિત મનાઈ છે. એટલે કોઈ વહેમમાં ન રહે એવા સ્પષ્ટ સંકેત આપી દેવાયા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here