ચૂંટણીના પરિણામોમાંથી કોંગ્રેસ બોઘપાઠ લેશે?

ચૂંટણીના પરિણામોમાંથી કોંગ્રેસ બોઘપાઠ લેશે?
ચૂંટણીના પરિણામોમાંથી કોંગ્રેસ બોઘપાઠ લેશે?

યુપીમાં 2 સીટ જીતનાર કોંગ્રેસનું ઈતિહાસનું સૌથી ખરાબ પ્રદર્શન
અમને આ પરિણામ સ્વીકાર્ય છે, લોકોના હિતો માટે કામ કરતા રહીશું : રાહુલ ગાંધી
જો સફળ થવું હોય તો પરિવર્તન સ્વીકારવું જ પડશે તેવું કોંગ્રેસી નેતાનું જ માનવું
દેશમાં હવે માત્ર છત્તીસગઢ અને રાજસ્થાનમાં જ કોંગ્રેસની સરકાર
ચૂંટણી ટાંણે દેખાતા નેતાઓને ટિકિટ ન આપવા રજૂઆત

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થયો છે. પાંચેય રાજ્યોમાં કોંગ્રેસે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. તો પંજાબમાં કોંગ્રેસે સત્તા ગુમાવવાનો વારો આપ્યો છે. હવે પાર્ટીની હાર પર રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, અમને આ પરિણામ સ્વીકાર્ય છે. હું તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓ અને સ્વયંસેવકોને તેમની મહેનત અને સમર્પણ માટે આભાર વ્યક્ત કરુ છું. તેમણે કહ્યું કે, આપણે તેનાથી શીખીશુ અને ભારતના લોકોના હિતો માટે કામ કરતા રહીશું. ચૂંટણી પંચ તરફથી જાહેર થયેલા આંકડા પ્રમાણે કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં માત્ર બે સીટો પર જીત્યું છે. તો ઉત્તરાખંડમાં કોંગ્રેસને 18 સીટો મળી રહી છે. પંજાબમાં કોંગ્રેસ 18, ગોવામાં 11 અને મણિપુરમાં ચાર સીટો મળી છે. કોંગ્રેસે પંજાબની સત્તા ગુમાવી દીધી છે. અહીં કુલ 117 સીટોમાંથી આમ આદમી પાર્ટી 92 સીટો જીતી રહી છે. મહત્વનું છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસને પંજાબ અને ગોવામાં જીતની આશા હતી.

Visit Saurashtra Kranti Homepage here

ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસનો પરાજય થવા પાછળનું સૌથી મોટું કારણ રાજ્યમાં કોંગ્રેસ પાસે કોઈ મજબૂત નેતૃત્વ કે લોકપ્રિય ચહેરો ન હોવાનું વિશ્ર્લેષકો માને છે. જોકે આ બાબત તો પાર્ટી ચૂંટણી પહેલાં જ સારી રીતે જાણતી હતી અને છતાં કોઈ સ્થાનિક ચહેરાને રાજ્યની પ્રચારની કમાન સોંપવામાં ન આવી!? આ સ્થિતિમાં હવે આગામી 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ જડમૂળમાંથી ફેરફારો કરશે કે કેમ? તેમ ચર્ચાઓ થઈ રહી છે.

યુપીમાં ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 7 બેઠક હતી, એ આ વખતે તો ઘટીને માત્ર 2 સીટ પર આવી ગઈ છે. આમ, કોંગ્રેસે તેના ઇતિહાસમાં દેશની રાજનીતિના હાર્દ સમા ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં સૌથી નબળું પરિણામ મેળવ્યું છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે વધુ એક તળિયું 1000થી પણ ઓછા વોટ મેળવનારી સૌથી મોટી પાર્ટીનું બનાવ્યું છે. કોંગ્રેસના 22 ઉમેદવારને 2 લાખથી વધુ મતદારો હોય એવી બેઠક પર 1000 મત પણ નથી મળ્યા. દેશમાં હવે માત્ર છત્તીસગઢ અને રાજસ્થાનમાં જ કોંગ્રેસની સરકાર છે. તમિલનાડુ અને ઝારખંડમાં તે શાસક પક્ષ સાથે ગઠબંધનમાં છે. છત્તીસગઢ અને રાજસ્થાનમાં પણ બધું બરાબર નથી ચાલી રહ્યું. હવે આગામી દિવસોમાં શું નવુ થાય તે જોવાનું રહ્યું.
કોંગ્રેસની સતત થતી કારમી હાર પાછળના કયા કારણો જવાબદાર હશે તેનું પાર્ટીના મોટાગજાના નેતા દ્વારા મનોમંથન કરવાનો સમય પાકી ગયો છે. વર્ષ 2022 માં યોજાનારી ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે.

રાજકીય સુત્રો એવુ માની રહ્યા છે કે જો કોંગ્રેસ હજુ પણ કોઇ રણનીતી નહીં બનાવે તો આગામી ગુજરાત વિધાનસભામાં પણ યુપી જેવી હાલત થાય તો તે શંકા નકારી ન શકાય. ભાજપ પોતે પણ એવુ માની રહ્યું છે કે હવે કોંગ્રેસ તેની ટકકર ખાઇ શકે તેમ નથી. કોંગ્રેસની આટલી ખરાબ હાલતમાંથી ઉગારવા કોઇ નેતા ઉભરી આવશે કે કેમ?? કોંગ્રેસ ગુજરાતમાં જેટલી સીટો છે તે જાળવી રાખશે કે તે પણ ગુમાવી બેસશે તે આગામી ચુંટણીમાં જોવાનું રહ્યું.

Read About Weather here

કોંગ્રેસ પાસે હજુ પણ રણનીતી બનાવવાનો સમય છે જો યોગ્ય રણનીતી બનશે તો કંઇક તો પરીણામ મળશે તે નિશ્ર્ચિત છે.રાજકોટ: કોંગ્રેસને અનેક રાજ્યોમાં સતત હારનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે કાર્યકર્તાઓનો જોમ જુસ્સો નબળો પડી ગયો છે. ટિકિટ ફાળવણી યોગ્ય કરવામાં ન આવવાથી પણ હારનો ભોગ બનવું પડતું હોવાનું કાર્યકર્તાઓમાં ચર્ચાઈ રહ્યું છે. ચૂંટણી આવતા અનેક નેતાઓ સક્રીય થઇ ટિકિટની જોરશોરથી માંગણી કરી ટિકિટ મેળવી લેતા હોવાથી પાર્ટીના સક્ષમ ઉમેદવારોને ટિકિટ મળતી નથી. ચૂંટણી સમયે સક્રિય થતા નેતાઓને ટિકિટ નહીં આપવા પ્રદેશના નેતાઓ સમક્ષ રજૂઆતનો દૌર શરૂ થઈ ગયો છે. વર્ષ 2022 માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારી અત્યારથી શરૂ કરી દેવામાં આવશે તો જીતનું પરિણામ ચૌકકસ મળશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here