ચીન બોર્ડર પર ભારતના એક મજૂરનું મોત

ચીન બોર્ડર પર ભારતના એક મજૂરનું મોત
ચીન બોર્ડર પર ભારતના એક મજૂરનું મોત
18 મજૂરો વિશે હજી કોઈ માહિતી મળી નથી. આ દરેક મજૂકો દામિન વિસ્તારના BRO (બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન)ની રોડ પરિયોજનામાં કામ કરતા હતા. ભારત ચીન બોર્ડર પાસે અરુણાચલ પ્રદેશના કુરપંગ કુમે જિલ્લામાં 14 દિવસથી ગુમ 19 મજૂરોમાંથી 1નો મૃતદેહ મળ્યો છે.5 જુલાઈએ દરેક મજૂર આસામ માટે રવાના થયા હતા ત્યારથી ગુમ છે. સ્થાનીક પ્રશાસન પ્રમાણે મૃતક મજૂરનો મૃતદેહ કુમી નદી પાસેથી મળ્યો છે. બાકી ગૂમ થયેલા મજૂરોની તપાસ ચાલુ છે. તે માટે રેસ્કયુ ટીમને ઘટના સ્થળે મોકલવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

દરેક મજૂર આસામના હતા અને ઈદ પર ઘરે જવા માગતા હતા. તેમણે કોન્ટ્રાક્ટર પાસે રજા માંગી હતી પરંતુ તેમણે ના પાડી દીધી હતી. તેથી મજૂરો ચાલતા જ તેમના ઘરે જવા નીકળી ગયા હતા. આ દરમિયાન કુરુંગ કુમે જિલ્લાના ગાઢ જંગલોમાં ગુમ થઈ ગયા છે.રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલી ટીમે જણાવ્યું કે, રસ્તામાં આવતી કુમી નદી પાર કરતી વખતે મજૂરો ડૂબી ગયા હોય તેવી શક્યતા છે. જોકે નદીમાં મજૂરો ક્યારે ડૂબ્યા તે વિશે કોઈ માહિતી મળી નથી. તેમના ઘરના લોકોને પણ આ વિશે કોઈ માહિતી મળી નથી.

Read About Weather here

બસ એટલું જાણવા મળ્યું છે કે, એક સપ્તાહ પહેલાં તેઓ ચાલતા ઘરે આવવા નીકળ્યા હતા. પૂર્વોત્તરમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. અરુણાચલ પ્રદેશ સહિત આસામ, મિઝોરમ વગેરે રાજ્યોમાં છેલ્લાં કેટલાક દિવસોથી નદીઓમાં પૂર જેવી સ્થિતિ છે. અરુણાચલ પ્રદેશની કુમી નદીમાં પાણીનું લેવલ વધતા મજૂરો તેને પાર કરતા ડૂબ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.રસ્તામાં કુમી નદી આવે છે. તેને પાર કરતી વખતે આ દુર્ઘટના થઈ હોવાની શક્યતા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here