ચીને ગેરકાયદેસર 4 ગામ વસાવ્યા…!

ચીને ગેરકાયદેસર 4 ગામ વસાવ્યા...!
ચીને ગેરકાયદેસર 4 ગામ વસાવ્યા...!
ચીન તેણે તેની સરહદે ભુતાનમાં લગભગ 25 હજાર એકર જમીન પર ગેરકાયદેસર કબજો જમાવ્યો છે. એટલું જ નહીં ચીને અહીં 4 ગામો પણ વસાવી લીધા છે. ચીન પોતાની યુક્તિઓને અટકાવી રહ્યું નથી. ભારત સાથેના સીમા વિવાદ વચ્ચે ડ્રેગન પાડોશી દેશ ભુતાનની સરહદમાં પણ ઘૂસણખોરી કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

ચીને સૈન્ય વિકાસ પર એક વૈશ્વિક શોધકર્તા @detresfaએ સેટેલાઈટ તસ્વીરો દ્વારા નવો ખુલાસો થયો છે. આ તસવીરોમાં સ્પષ્ટ રીતે ચીનના ગામ નજરે પડી રહ્યા છે. ભુતાન અને ચીનની વચ્ચે આ જમીન બાબતે જુનો વિવાદ છે. બંને દેશો દાવો કરે છે કે આ જમીન તેમની છે.

જો કે ચીને છેલ્લા એક વર્ષમાં (2020-21) આ વિવાદિત જમીનના મોટા ભાગ પર મનસ્વી રીતે બાંધકામ શરૂ કર્યું છે અને આજ સુધીમાં 4 ગામો વસાવી લીધા છે. આશ્ચર્ય છે આ મામલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે ચીન અને ભુતાન વચ્ચે હાલમાં જ સીમા સમજૂતી પર હસ્તાક્ષર થયા છે.

@detresfaએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ‘2020-21 વચ્ચે ડોકલામ નજીક ભુતાન અને ચીન વચ્ચે વિવાદિત જમીન પર બાંધકામની પ્રવૃત્તિઓ જોઈ શકાય છે. ચીને લગભગ 100 કિ.મી ચોરસ વિસ્તારમાં કેટલાય નવા ગામો વસાવ્યા છે. શું આ નવા કરારનો ભાગ છે કે ચીનના પ્રાદેશિક દાવાઓને લાગુ કરવા માટેનો ભાગ છે?’

ચિંતાની વાત તે છે કે આ ભાગ ભારતીય ક્ષેત્ર ડોકલામથી બિલકુલ નજીક છે, જ્યાં ચાર વર્ષ પહેલા એટલે કે 2017માં બંને દેશોની સેના આમને -સામને હતી. આ ભાગ વ્યૂહાત્મક રીતે ભારત માટે મહત્વ ધરાવે છે.

ભારત અને ભુતાનની સેનાઓ પરસ્પર સહમતિથી આ ક્ષેત્રમાં સૈન્ય માળખાને મજબૂત કરવા માટે કામ કરી રહી છે. આવી સ્થિતિમાં ચીનની આ યુક્તિ બંને દેશો માટે ચિંતાનો વિષય બની શકે છે.

જણાવી દઈએ કે ચીને હાલમાં જ સરહદની સુરક્ષા અને અખંડિતતા માટે નવો સરહદ કાયદો ઘડ્યો છે. આ કાયદાને 23 ઓક્ટોબરે નેશનલ કોંગ્રેસમાં મંજૂરી આપવામાં આવી હતી અને 1 જાન્યુઆરી 2022થી તેને લાગુ કરવામાં આવશે. ચીને સાત દાયકાથી વધુ સમય બાદ પ્રથમ વખત પોતાના સરહદી કાયદામાં ફેરફાર કર્યો છે.

આ અંતર્ગત ચીન ભારત સહિત 14 દેશો સાથેની તેની ભૌગોલિક સરહદો પર પેટ્રોલિંગ વધારી શકશે અથવા સરહદો પર સ્થિત વેપાર ચોકીઓને એકપક્ષીય રીતે બંધ કરી શકશે. ડ્રેગનની આ યુક્તિ એવા સમયે સામે આવી છે જ્યારે ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદને લઈને સૈન્ય સ્તરે વાતચીત ચાલી રહી છે.

ચીનના મતે- નવા સીમા કાયદા અંગે જે અટકળો લગાવવામાં આવી રહી છે તે યોગ્ય નથી. તેનાથી જૂના સરહદ કરારો પર કોઈ અસર નહીં થાય. આ સામાન્ય કાયદો છે.

ચીન સાથે ભારતનો લદ્દાખ ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં સીમા વિવાદ ચાલી રહ્યો છે. લદ્દાખમાં ભારત અને ચીનની વચ્ચે વિવાદનું એક મોટું કારણ કેટલાક વિસ્તારોમાં સૈન્ય પ્રવૃત્તિઓ બાબતે પણ છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને ભારતની ચિંતાઓ પર કહ્યું- અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે નવો કાયદો વર્તમાન કરારો અથવા સંધિઓને અસર કરશે નહીં. ચીનનો દાવો છે કે તેણે તેના 14માંથી 12 પડોશીઓ સાથે સરહદી વિવાદનું સમાધાન કર્યું છે.

Read About Weather here

આ વિવાદ એકલા ભારત અને ભુતાન સાથે ઉકેલાયો નથી. ભારત અને ચીન વચ્ચેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) 3,488 કિમીની છે.અમે સરહદના વિકાસ પર કામ કરવાનું ચાલુ રાખીશું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here