ચીને ઉતાર્યા રોબોટ…!

ચીને ઉતાર્યા રોબોટ…!
ચીને ઉતાર્યા રોબોટ…!
મીડિયા અહેવાલના જણાવ્યા પ્રમાણે- ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) તિબેટમાં ઓટોમેટિક ચાલતા 88 શાર્પ ક્લો ગાડી ગોઠવી દીધી છે. આ પૈકી 38 શાર્પ ક્લો ગાડીઓ લદાખ બોર્ડર પર ગોઠવવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

ચીને તેના સૈનિકોને તિબેટની કડકડતી ઠંડીથી બચાવવા માટે આ વિસ્તારમાં સેનાને હટાવી રોબોટને ગોઠવી દીધા છે. મીડિયા અહેવાલ પ્રમાણે, ચીને તિબેટ અને લદાખ બોર્ડર પર સંખ્યાબંધ ઓટોમેટિક અને રોબોટની માફક ઉપયોગ કરી શકાય એવી ગાડીઓને પણ ગોઠવી છે.

તાજેતરમાં જ ભારતીય સેના સાથે થયેલી ઝપાઝપીમાં ચીનના સૈનિકોએ ઠંડીને લીધે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ એવી વાત સામે આવી હતી કે ચીનની સેના બરફવાળા વિસ્તારોમાં લડાઈ માટે સંપૂર્ણપણે તૈયાર નથી.

આ ગાડીઓને ચીનના હથિયાર ઉત્પાદક કંપની NORINCOએ તૈયાર કરી છે. એનો ઉપયોગ આ વિસ્તાર પર દેખરેખ રાખવા ઉપરાંત હથિયાર અને જરૂરી સામાનના પુરવઠા માટે કરવામાં આવી રહ્યો છે.

ચીને તિબેટમાં ઓટોમેટિક Mule-200 ગાડીઓ પણ ગોઠવી છે. આ ગાડીઓ મુશ્કેલ વિસ્તારોમાં દેખરેખ રાખવાની સાથે 50 કિમી સુધી હુમલો પણ કરી શકે છે. આ ઉપરાંત આ અંગે એક વખતમાં 200 કિલોગ્રામથી વધારે દારુગોળો અને હથિયારોનું ટ્રાન્સપોર્ટ કરી શકે છે.

વાયરલેસથી પણ કન્ટ્રોલ થતી આ ગાડીઓ રોબોટની માફક લડાઈ લડી શકે છે. અત્યારે તિબેટમાં 120 Mule-200 છે, આ પૈકી મોટા ભાગની ભારતીય સીમાની નજીક છે.

PLA પાસે સૈનિકો લઈ જવા માટે VP-22 માઈન રેસિસ્ટેન્ટ એમ્બુશ પ્રોટેક્ટ ગાડી પણ છે. તેનો ઉપયોગ એમ્બ્યુલેન્સની માફક પણ કરી શકાય છે. આ ગાડીઓથી એક વખતમાં 15 લોકોને ટ્રાન્સફર કરી શકે છે.

વર્તમાન સમયમાં તિબેટમાં 77 VP-22 છે, જેમાંથી 47 ભારતની સીમા નજીક ગોઠવવામાં આવ્યા છે. ભારત અને ચીન વચ્ચે લદાખમાં ગયા વર્ષે મે મહિનાથી તણાવ ચાલી રહ્યો છે.

આ સમયગાળા દરમિયાન ગલવાનમાં ભારત અને ચીનની સેના વચ્ચે ઝપાઝપી સર્જાઈ હતી, જેમાં 20 ભારતીય સૈનિક શહીદ થઈ ગયા હતા. ચીનના પણ 40 કરતાં વધારે સૈનિકો માર્યા ગયા હતા.

જોકે ચીને આ અંગેનો આંકડો ક્યારેય દર્શાવ્યો નથી. આ ઉપરાંત આ વિસ્તારમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ફરી વખત ઝપાઝપી સર્જાઈ હતી. ચીનના સૈનિકો ઠંડા પ્રદેશોમાં લડવાનો અનુભવ ધરાવતા નથી.

Read About Weather here

તિબેટમાં 200 લિંક્સ ઓલ-ટેરેન વાહન પણ ઉપલબ્ધ છે. તેના મારફતે ફરી એક વખતમાં 15 લોકોને ટ્રાન્સફર કરી શકાય છે. આ સાથે જ ભારે હથિયો અને એર ડિફેન્સ હથિયારો માટે પ્લેટફોર્મ સ્વરૂપમાં પણ કામ કરી શકાય છે. અત્યારે 150 લિંક્સ ઓલ-ટેરેન ટેરેન લદાખ નજીક છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here