ચીની હેકર્સનો સાયબર-એટેક…!

ઇન્ટરનેટ વિશ્ર્વમાં સૌથી મોટું કૌભાંડ: નેટીઝનને 187 અબજનો ચૂનો
ઇન્ટરનેટ વિશ્ર્વમાં સૌથી મોટું કૌભાંડ: નેટીઝનને 187 અબજનો ચૂનો
અમેરિકાના મેસેચ્યુસેટ્સની ખાનગી ફર્મ રેકોર્ડેડ ફ્યુચરે તેમના એક રિપોર્ટમાં આ વિશે દાવો કર્યો છે. ચીની હેકર્સે થોડા મહિના પહેલાં જ લદાખ પાસે પાવર ગ્રિડને ટાર્ગેટ કરી હતી. તેમનો હેતુ જરૂરી માહિતી ચોરવાનો હતો. ફર્મે કહ્યું છે કે તેમણે ભારત સરકારને આ માહિતી આપ્યા પછી જ રિપોર્ટ પબ્લિશ કર્યો છે.રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા એક મહિનામાં હેકર્સે ઓછામાં ઓછા 7 ઈન્ડિયન સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટરને ટાર્ગેટ કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

આ સેન્ટર્સ લદાખમાં ભારત-ચીન સીમા પાસે આવેલા વિસ્તારોમાં ગ્રિડ કંટ્રોલ અને રિયલ ટાઈમ પાવર ડિસ્ટ્રિબ્યુશન કરે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હેકર્સના આ ગ્રુપે જ નેશનલ ઈમર્જન્સી રિસ્પોન્સ સિસ્ટમને પણ ટાર્ગેટ કરવાનો પ્રયત્ન કર્યો છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લાં 18 મહિનામાં સ્ટેટ અને રીજનલ લોડ ડિસ્પેચ સેન્ટર્સને સતત ટાર્ગેટ કરવામાં આવે છે. પહેલાં RedEcho નામના ગ્રુપે હેકિંગનો પ્રયત્ન કર્યો અને ત્યાર પછી TAG-38 ગ્રુપ સામે આવ્યું હતું. આ દર્શાવે છે કે, ભારતમાં ચીનની સાયબર-એટેક કંપનીઓ ઘણાં સમયથી સક્રિય છે.

આવા ગ્રુપ દેશની ખાનગી માહિતી શોધતા હોય છે.રેકોર્ડેડ ફ્યુચરે જ મુંબઈમાં 12 ઓક્ટોબર 2020માં થયેલા 12 કલાકના બ્લેકઆઉટ પાછળ ચીની હેકર્સનો હાથ હોવાનો ખુલાસો કર્યો છે. અત્યારસુધી ચીની હેકર્સે ભારતમાં વીજ સપ્લાયને વધુ ટાર્ગેટ કર્યું છે. તેમનો હેતુ દેશની ઈન્ટરનલ સિસ્ટમને ડિસ્ટર્બ કરવાનો છે. તે જ દિવસે તેલંગાણામાં પણ 40 સબ સ્ટેશનને પણ આ હેકર્સે ટાર્ગેટ કર્યા હતા. જોકે કોમ્પ્યુટર ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમ (CERT-IN)થી એલર્ટ મળ્યા પછી આ પ્રયત્નને નિષ્ફળ કરવામાં આવ્યો હતો.2021માં પણ એક રિપોર્ટમાં જણાવાવમાં આવ્યું હતું કે ચીનના હેકર્સે ભારતમાં કોરોના વેક્સિન તૈયાર કરતી બે કંપનીઓ સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક પર પણ સાઈબર હુમલા કર્યા હતા.

Read About Weather here

જોકે ચીનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને આ દરેક આરોપ નકારી દીધા હતા. સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે, ચીની હેકર રેનસમવેયર એટેક કરીને દુશ્મન દેશોથી ક્રિપ્ટો કરન્સીમાં પૈસા વસુલ કરી રહી છે. એક એડ્વાઈઝરીને ‘ચીનની સ્ટેટ સ્પોન્સર્ડ સાઈબર ઓપરેશન’ ટાઈટલ આપવામાં આવ્યું છે.ભારત જ નહીં ચીને અમેરિકા અને યુરોપના ઘણાં દેશો પર સાયબર હુમલા કર્યા છે. 2021માં અમેરિકાની 3 તપાસ એજન્સીઓ નેશનલ સિક્યોરિટી એજન્સી (NSA), સાયબર સિક્યોરિટી એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સિક્યોરિટી એજન્સી (CISA) અને ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI)એ જોઈન્ટ સ્ટેટમેન્ટ જાહેર કરીને આરોપ લગાવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here