ચીનની ફરી ઉશ્કેરણી, એલએસી પર ખાસ મકાનોનું બાંધકામ

ચીનની ફરી ઉશ્કેરણી, એલએસી પર ખાસ મકાનોનું બાંધકામ
ચીનની ફરી ઉશ્કેરણી, એલએસી પર ખાસ મકાનોનું બાંધકામ

સરહદી ગામડાઓમાં લશ્કરી દળોને રાખવા માટેનો મલીન ઈરાદો: ભારતીય દળો સરહદ પર પુરેપુરા તૈયાર છે, પૂર્વ કમાન્ડનાં વડા પાંડે
સીલીગુડીનાં ચીકનનેક વિસ્તારમાં ચીની દળોની જમાવટ સામે વાંધો વ્યક્ત કરતુ ભારત: અરુણાચલ અને સિક્કિમમાં સમજુતી થયા છતાં ડ્રેગન સેનાનો ખડકલો

એલએસી પર હજુ તનાવનો અંત આવ્યો નથી, છતાં ચીન દ્વારા સતત ઉશ્કેરણી કરવાનું ચાલુ રાખવામાં આવ્યું છે. એલએસી પર ચીની લાલ સેનાની કવાયત અને વધારાનાં દળો ગોઠવવા માટે બેવળા હેતુથી સરહદ પરનાં ગામોમાં મકાનો બનાવવાની ચાલબાજીમાં ચીન આગળ વધી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

ભારતીય સેનાની પૂર્વ કમાન્ડનાં વડા લેફ જનરલ મનોજ પાંડેએ જણાવ્યું હતું કે, ચીન દ્વારા સંકલિત લશ્કરી કવાયતમાં વધારો કરવામાં આવ્યો છે. અનામત દળો પણ સરહદ પર ગોઠવી દેવામાં આવ્યા છે. પણ સરહદ પર કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ભારતીય સેના સંપૂર્ણ પણે સજ્જ છે.

સિલીગુડી સરહદી કોરીડોર અને ચીકનનેક વિસ્તારમાં ચીની જોખમનો સામનો કરવા માટે ભારત સઘન પ્રયાસો કરી રહ્યું છે. તેવું જણાવતા પાંડેએ ઉમેર્યું હતું કે, સરહદ પર લશ્કરી દળોની જમાવટ નહીં કરવા ચીન સાથે તાજેતરમાં જેટલા સીમા કરાર થયા છે.

તેની પુન: વિચારણા કરવા માટે પણ સરકાર ગંભીરતાથી વિચારી રહી છે. પૂર્વ લડાખમાં હજુ તંગદિલીમાં ઘટાડો થયો નથી. ભારતીય સેના તમામ દ્વિપક્ષી કરાર અને પ્રોટોકોલને માન આપવાના પૂરતા પ્રયાસો કરી રહી છે.

એટલે જ કોઈ આક્રમક વલણ આપણે બતાવ્યું નથી. વ્યાપક અને લાંબાગાળાની વ્યુહાત્મક વિચારણા મુજબ સેના આગળ વધી રહી છે. પરંતુ ચીની લાલ સેનાનાં કૃત્યો સતત ઉશ્કેરી જનક રહ્યા છે.

એટલે હવે ભવિષ્યમાં કયો પ્રતિસાદ આપવો એ અંગે નવી દિલ્હીમાં મનોમંથન થઇ રહ્યું છે. એલએસી પર લશ્કરી દ્રષ્ટિએ બે દેશો વચ્ચે અસમાનતા હોવાનું તેમણે નકારી કાઢ્યું હતું. તેમણે સૌથી વધુ ચિંતાનો વિષય ડોકલામ ગણાવ્યો હતો.

અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની ચીન સાથેની 1346 કિ.મી. લાંબી સરહદ પર ઉંડાણવાળા વિસ્તારોમાં ચીની લાલ સેનાનાં અનામત દળોની જમાવટ કરવામાં આવી છે.

Read About Weather here

પરંતુ ભારતીય દળો સંપૂર્ણપણે સજ્જ છે. અને નજર રાખી રહ્યા છે. ચીની સેનાની દરેક હલચલ પર આધુનિક ટેકનોલોજી સાધનો સાથે સતત નજર રાખવામાં આવી રહી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here