ચીનના શિયાળુ ઓલિમ્પીક રમતોત્ત્સવનો બહિષ્કાર કરતું ભારત

ચીનના શિયાળુ ઓલિમ્પીક રમતોત્ત્સવનો બહિષ્કાર કરતું ભારત
ચીનના શિયાળુ ઓલિમ્પીક રમતોત્ત્સવનો બહિષ્કાર કરતું ભારત

બીજીંગ ખાતેની ભારતીય એલચી કચેરીના કોઇ અધિકારી કે સ્ટાફ હાજરી નહીં આપે; ગલવાનમાં ભારતીય સેના સાથે અથડામણમાં સામેલ ચીની સૈનિકને મુખ્ય જયોત આપતા વિવાદ
ભારતે ચીની સૈનિકને મશાલચી બનાવવાના નિર્ણયને સખ્ત શબ્દોમાં વખોડી કાઢયો

ચીનમાં શુક્રવારથી શરૂ થનારા શિયાળુ ઓલિમ્પીક રમત ઉત્સવનો ભારતીય દુતાવાસના અધિકારીઓએ બહિષ્કાર કર્યો છે. ભારતના એલચી કચેરીના કોઇ અધિકારીકે સ્ટાફ શિયાળુ ઓલિમ્પીકના ઉદ્ધાટન અને સમાપન સમારંભમાં હાજરી આપશે નહીં તેવું બીજીંગ ખાતેના ભારતીય દુતાવાસના સુત્રોએ જણાવ્યું હતું.ઓલિમ્પક વિશ્ર્વ રમત-ગમત મેળાવડાના ઉદ્ધાટનમાં મુખ્ય ઓલિમ્પીક જયોત એક ચીની સૈનિકના હાથમાં આપવાના બીજીંગના નિર્ણયને કારણે ભારતમાં ભારે ભડકો થયો છે

Visit Saurashtra Kranti Homepage here

અને વિરોધ જાગી ઉઠયો છે. ચીની સેનાનો કી ફાબાઓ નામનો આ સૈનિક દલવાન ખીણમાં ભારતીય જવાનો પર થયેલા ભીષણ હુમલા અને અથડામણમાં સામેલ હતો. આ સૈનિક ચિનની લાલ સેનાનો રેજીમેન્ટલ કમાન્ડર છે અને ગલવાન ખીણમાં ભારતીય જવાનો સાથેની અથડામણમાં ગંભીર રીતે ધાયલ થયો હતો.લશ્કરના એક કમાન્ડરના હાથમાં ઓલિમ્પીક જયોત આપવાનો ચીનનો નિર્ણય ભારતે ખુબ જ અપશોશ જનક ગણાવ્યો હતો અને પ્રતિક્રિયા આપી હતી કે, ચીન શિયાળુ ઓલિમ્પીક મહારમત ઉત્સવનું રાજકીય કરણ કરી રહયું છે. ગલવાન ખીણમાં ભારતે 20 જવાનોને ગુમાવ્યા હતા અને ચીનના પણ 38થી પણ વધુ સૈનિકો માર્યા ગયા હતા.

ભારતે જોકે બહિષ્કાર કર્યો નથી પણ ઉદ્ધાટન સમારંભ માટે કોઇ ઉચ્ચ કક્ષાનું ડેલીગેસન પણ મોકલ્યું નથી. ટોચના ભારતીય રાજદ્વારી અધિકારીઓ અને સ્ટાફ પણ સમારંભમાં હાજરી નહીં આપે અને બન્ને સમારંભનો બહિષ્કાર કરશે.વિદેશ મંત્રાલયના પ્રવકતા અરીન્દમ બાગચીએ જણાવ્યું છે કે, બીજીંગ ખાતેની ભારતીય એલચી કચેરીનો સ્ટાફ રમત ઉત્સવમાં હાજરી નહીં આપે. ઉદ્ધાટન કે સમાપન સમારંભમાં નહીં જોડાય.

દરમ્યાન અરૂણાચલ પ્રદેશમાંથી ઉપાડી જવાયેલા 17 વર્ષના સગીર નીરમ તારોનને વિજ આંચકા આપવા સહિતનો અત્યાચાર ગુજારવાના ચીની સૈનિકોના કૃત્ય સામે ભારતે સત્તાવાર વિરોધ્ધ નોંધાવ્યો છે. ચીની દળોએ આ સગીર પર દમન ગુજાર્યુ હતું અને ઇલેટ્રીક શોક આપ્યા હતા. બાદમાં તેને છોડી મુક્યો હતો અને ભારતીય સેનાને સુપ્રત કર્યો હતો. આ સગીરને માર પણ મારવામાં આવ્યો હતો.

Read About Weather here

ચીનના વારંવાર થતા ઉમબાડીયા સામે ભારતે આ વખતે રાજદ્વારી રીતે કડક વલણ અખત્યાર કર્યુ છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here