ચિપકુ અધીકારી અંગે મનપાના પદાધિકારીઓ ક્યારે નિર્ણય લેશે??

ચિપકુ અધીકારી અંગે મનપાના પદાધિકારીઓ ક્યારે નિર્ણય લેશે??
ચિપકુ અધીકારી અંગે મનપાના પદાધિકારીઓ ક્યારે નિર્ણય લેશે??

16 અધિકારીઓ તો છેલ્લા પાંચ વર્ષથી એક જ સ્થળે કાર્યરત છે તેની નિયમ મુજબ બદલી થવી જ જોઇએ, આ મામલે કમિશ્ર્નરનું ધ્યાન સાસંદ દોરશે પછી જ પગલા લેવાશે??
વર્ષોથી એક જ જગ્યા પર ફરજ બજાવી રહેલા અધિકારીઓની બદલી થવી જોઇએ: સાસંદ રામભાઇ મોકરીયા

રાજકોટ મહાનગરપાલિકામાં ડઝનથી વધુ અધિકારીઓ ચોક્કસ હોદ્ાઓ પર પાંચ-પાંચ વર્ષથી ચિપકી રહયા છે. રહસ્યમય રીતે મનપસંદ અને મલાઇદાર હોદ્ાઓ પર આવા અધિકારીઓ કયાં કારણોસર અત્યાર સુધી સફળ થયા છે.

Visit Saurashtra Kranti Homepage here

તેના કારણો રહસ્યના વમણો સર્જી રહયા છે. જાણકાર વર્તુળોમાં અંદરખાને જોરશોરથી એવી ચર્ચા થતી પણ સંભળાય છે. સરકારી ખાતાઓમાં મોટા ભાગે ત્રણ વર્ષના ગાળાબાદ બદલી કરવાની હોય છે પરંતુ મનપામાં કોઇ અકળ કારણોસર સરકારના આ નિયમને ધોળીને પી જવાયો હોય એવું અધિકારીઓના હોદ્ાઓના વર્ષોનું કોષ્ટક જોતા સ્પષ્ટ નજરે તરી આવે છે.

આ અંગે સાસંદ રામભાઇ મોકરીયાનું ધ્યાન દોરતા તેઓએ જણાવ્યું હતું કે આ કોઇપણ રીતે વ્યાજબી વાત ગણી શકાય નહીં એકના એક ટેબલે 3 વર્ષથી વધુ રાખવામાં આવે જ નહીં 3 વર્ષ જેટલો સમય થાય એટલે તરત જ બદલી થવી જ જોઇએ અને રાજકોટની જનતાને તેનો જવાબ મળશે કોઇ સાથે અન્યાય ચલાવી લેવામાં નહીં આવે અને આ મુદા પર કમિશ્ર્નરનું ધ્યાન દોરાશે અને બદલી શું કામ નથી કરાઇ અથવા તો કયારે કરાશે તેની માહિતી પણ મંગાશે અને બદલી કરવાનું સુચન પણ કરવામાં આવશે. તો મનપાના પદાધીકારીઓ અને કમિશ્નર સાસંદ કહેશે પછી જ કાર્યવાહી કરશે તે ચર્ચાએ પણ જોર પકડ્યું છે.

મનપાના અધિકારીઓના કાર્યકાળનો અભ્યાસ કરતા દેખાય આવે છે કે, 16 અધિકારીઓતો પાંચ-પાંચ વર્ષથી એકની એક જગ્યા પર ફરજ બજાવી રહ્યા છે. સામાન્ય રીતે ત્રણ વર્ષે બદલી કરવાની હોય છે. પરંતુ આ અધિકારીઓના ચોક્કસ હોદ્ાઓ પર લાંબા સમયનો આવાસ અને નિવાસ રહસ્યના તાણાવણા સર્જે છે. અલ્પનાબેન મિત્રા નામના એક અધિકારી સિટી એન્જીનીયર છે.

Read About Weather here

તેઓ છેલ્લા પાંચ વર્ષથી આવાસ યોજના વિભાગમાં જ કામગીરી કરી રહ્યા છે. 16 અધિકારીઓ એવા છે જે પાંચ-પાંચ વર્ષથી એક જ હોદ્ા પર બરાબર ચીપકીને બેઠા છે. કહેવાય છે કે, છેલ્લા ત્રણ વર્ષથી એક જ હોદ્ા પર બરાબર ચિપકીને બેસી ગયા હોય એવા અધિકારીઓની સંખ્યા તો 107 જેટલી છે. અધિકારીઓ તો એવા વહેમમાં રાચે છે કે, એમની સામે ગમે તેટલા આક્ષેપ થાય પગલા લેવાનું તો બાજુએ રહયું, કોઇ એમની ટચલી આંગળી પણ વાંકી કરી શકે તેમ નથી અને આ હકીકત ભલે પીડાદાયક છે પણ આ વાસ્તવીકતા તેનું વરવુ રૂપ બતાવીને મનપામાં આવનારા તમામ રૂપ બતાવીને અટ્ટહાસ્ય કરી રહી છે એ હકીકત નિશ્ર્ચિત છે.(4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here