ચિંતાની જાણ કરતી વાઈબ્રેશન વોચ…!

ચિંતાની જાણ કરતી વાઈબ્રેશન વોચ...!
ચિંતાની જાણ કરતી વાઈબ્રેશન વોચ...!
આ સાથે ઓડિયો થકી સૂચન કરશે કે, લાંબા શ્વાસ લો, બહાર લટાર મારવા જાઓ અને થોડું વૉક કરો. હકીકતમાં કાર્ટિસોલનું સ્તર સ્થૂળતા, અનિદ્રા અને હૃદય સંબંધિત બિમારીઓના કારણે હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

કાર્ટિસોલ લેવલ વધવાની સાથે જ નો-વૉચ કાંડા પર પરસેવાના આધારે ટ્રેક કરશે. વર્ક પ્લેસ એટલે કે ઓફિસોમાં ઘણીવાર ધીમે ધીમે ચિંતા વધી જતી હોય છે. જોકે, હવે કાંડા પર પહેરી શકાય એવી સોય ધરાવતી નો-વૉચ ટેન્શન લેવલ વધવાના આશરે એક કલાક પહેલાં જ તમને સાવચેત કરી દેશે.

આ નો-વૉચ સ્ટ્રેસ હોર્મોન કાર્ટિસોલને પરસેવા થકી ટ્રેક કરશે. જો શરીરમાં કાર્ટિસોલનું સ્તર વધશે,તો આ ડિવાઈસ તમારા કાંડા પર વાઈબ્રેટ થશે. તેમાં લાગેલા ઈલેક્ટ્રિકલ સેન્સર ડેટા અલ્ગોરિધમ સાથે સ્ટ્રેસનું વિશ્લેષણ કરશે.

નો-વૉચના નિર્માતાઓનું માનવું છે કે, એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, જો સ્ટ્રેસ લેવલને ડિિજટલ રીતે નંબરોના આધારે ડિસ્પ્લે કરાય, તો તે પણ સ્ટ્રેસ લેવલ વધારે છે. એટલે નો-વૉચમાં ડિસ્પ્લે ફિચર નથી. તે આરોગ્યના ડેટા સ્ટોર કરે છે, પરંતુ યુઝર્સને બતાવતું નથી.

Read About Weather here

અમેરિકાના લાસ વેગારમાં થનારી સીઈએસ કોન્ફરન્સમાં આ ડિવાઈસ પ્રદર્શિત કરાયું હતું. આશરે રૂ. 57 હજારનું નો-વૉચ આગામી વર્ષે માર્ચ સુધી બજારમાં આવી જશે. કંપનીનું કહેવું છેકે, વર્ક પ્લેસની સાથે નો-વૉચને કારના ડેશબોર્ડ પર પણ કનેક્ટ કરી શકાશ, જેનાથી ડ્રાઈવિંગ કરતી વખતે પણ સ્ટ્રેસ લેવલ જાણી શકાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here