ચાલીને જતા શ્રમિકોને બાલાજી વેફર્સના ટ્રકે હડફેટે લેતા એકનું મોત

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

ત્રણ શ્રમિકો ચાલીને પગપળા બાલાજી કંપનીમાં કામે જતી વેળાએ સામેથી આવતા ટ્રકે હડફેટે લેતા બે શ્રમિકને ઇજા ; એક શ્રમિકના મોતથી પરિવારમાં શોક

શહેરના કાલાવડ રોડ ન્યારીડેમના પુલ નજીક બાલાજી વેફર્શના ટ્રક હડફેટે તેની જ કંપનીના કર્મચારીનું મોત નીપજ્યું છે અને અન્ય બે કર્મચારી ઘવાતા તેઓને તુરંત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ અંગે મૃતકના સગાની ફરિયાદ પરથી ટ્રક ચાલક સામે ગુન્હો નોંધવા તજવીજ આદરી છે.આ મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકના સ્ટાફે કાર્યવાહી કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર,કાલાવડ રોડ વીરડા વાજડીમાં રહેતા બ્રિજમોહન ભોદુભાઈ બૈજુ(ઉ.વ.35) અને તેમના મિત્રો સુનિલ રામપાલ બૈજુ અને મહમદ સોતનસા રફીક(ઉ.વ.18)નામના ત્રણેય શ્રમિક પોતાના ઘરેથી જમીને ન્યારીડેમના પુલ નજીક આવેલી બાલાજી વેફર્સમાં કામ પર જતાં હતાં

ત્યારે ત્યાં કંપનીમાં પહોંચતી વેળાએ પુર ઝડપે આવી રહેલા એક ટ્રકના ચાલકે હડફેટે લેતા બ્રિજમોહન અને તેના મિત્રોને શરીરે ઇજાઓ થતા તેમને સારવાર માટે ગિરીરાજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ત્યાં ફરજ પરના તબીબ યતિન સાવસાણીએ બ્રિજમોહનને જોઈ તપાસી મૃતજાહેર કર્યા હતા.

Read About Weather here

આ બનાવમાં ઘવાયેલા સુનિલ અને મહમદે જણાવ્યું હતું કે,આ અકસ્માતને નજરે જોનારા લોકોએ કહ્યું હતું કે અકસ્માત સર્જનાર ટ્રક બાલાજી વેફર્સનો હતો.તેમજ મૃતક મૂળ મધ્યપ્રદેશનો વતની બ્રિજમોહનને બે પુત્રો છે અને તે બાલાજી વેફર્સમાં હેલ્પર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.આ બનાવ અંગે રાજકોટ તાલુકા પોલીસ મથકના પીએસઆઈ વી.પી.આહિરે કાગળો કરી ટ્રકચાલક સામે ગુન્હો નોંધવા તજવીજ આદરી છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here