ગ્રાહક અને ધિરાણ સહકારીની 33મી સાધારણ સભા નિવૃત અધ્યાપકોનો સન્માન સમારોહ યોજાયો

આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી

યુનિ. કેમ્પના પ્રાધ્યાપકોને લોન સહજતાથી આપવાની સુવિધા તેમજ અધ્યાપક કલ્યાણ નીધિ યોજના સરાહનીય: ઉપકુલપતિ વિજય દેસાણી


સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીની 33મી સાધારણ સભા અને વય મર્યાદાને કારણે નિવૃત થયેલ અધ્યાપકોનો અભિવાદન સમારોહ યોજાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

સમારોહના અધ્યક્ષ ડો.વિજયભાઈ દેસાણી, મુખ્ય મહેમાન અરવિંદભાઈ તાળા, સીન્ડીકેટ સભ્યો ડો.ગીરીશ ભીમાણી, ડો.ભરત રામાનુજ અને ડો.કલાધર આર્યના હસ્તે દીપ પ્રાગટય થયા બાદ મંડળીના કારોબારી સભ્યો દ્વારા ઉપસ્થિત મહેમાનો અને સીન્ડીકેટ સભ્યોનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવેલ.

મંડળીના હિસાબનીશ બેચરભાઈ ભટ્ટાસણાને તેની નિષ્ઠા અને પ્રમાણિકતાપૂર્વકની કામગીરી બદલ ઉપકુલપતિ વિજયભાઈ દેસાણીને હસ્તે સન્માનીત કરવામાં આવ્યા હતા.
સન્માનિત અધ્યાપકો પ્રો. અંબાદાન રોહડીયા, પ્રો. એસ.પી. સીંઘ, પ્રો. બી.જી. મણીયાર વગેરેને ઉપકુલપતી ડો. વિજયભાઈ દેસાણીના હસ્તે શાલ અર્પણ કરી સન્માનીત કરવામાં આવ્યા હતા.

ડો. બાબાસાહેબ આંબેડકર ચેરના ચેરમેન ડો. રાજાભાઈ કાથડના સહયોગથી ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના જીવન પર લખાયેલા પુસ્તકો ઉપસ્થિત મહાનુભાવો અને સન્માનિત અધ્યાપકોને અર્પણ કરવામાં આવ્યા હતા.

Read About Weather here

સમારોહના અધ્યક્ષસ્થાનેથી ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેસાણીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીની સિધ્ધિઓને બિરદાવતા જણાવ્યું હતું કે, યુનિ. કેમ્પસના પ્રાધ્યાપકોને લોન સહજતાથી આપવાની સુવિધા તેમજ અધ્યાપક કલ્યાણ નીધિ યોજના સરાહનીય છે.

ડો.વિજયભાઈ દેસાણીએ આ સહકારી મંડળીને તેની ભાવી યોજનાઓ માટે યુનિવર્સિટી પ્રશાસન કક્ષાએથી પુરતી મદદ કરવાની પ્રતિબધ્ધતા વ્યકત કરી હતી.(6.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here