ગૌધનમાંથી જ ઉદ્યોગ ઊભો કર્યો…!

ગૌધનમાંથી જ ઉદ્યોગ ઊભો કર્યો…!
ગૌધનમાંથી જ ઉદ્યોગ ઊભો કર્યો…!
આપણે ત્યાં એવી માન્યતા છે કે જો પૈસાદાર બનવું હોય તો શહેરમાં જવું પડે અને મોટા ઉદ્યોગો સ્થાપી ધનવાન બની શકાય.રમેશભાઈ રૂપારેલિયા 150 ગીર ગાય સાથે ગૌશાળા ચલાવી રહ્યા છે. આ ગાયના પંચગવ્યમાંથી અલગ અલગ પ્રોડક્ટ બનાવી ગૌશાળાએ આશરે ચાર કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર હાંસલ કર્યું છે. અહીં ઘીનો ભાવ સાંભળી ચક્કર આવી જાય. કારણ કે એક કિલોનો ભાવ 7000થી લઈને 50,000 હજાર રૂપિયા સુધીનો છે.

Visit Saurashtra Kranti Homepage here

આ ગૌશાળામાં બનતી 170 પ્રોડક્ટ 123 દેશમાં નિકાસ થાય છે.ગૌશાળાના માલિક રમેશ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે, ગાયનું નામ પડે એટલે ધાર્મિક વાતો યાદ આવે. ગાયને હંમેશા ધાર્મિક દૃષ્ટિએ જોવામાં આવે છે. પરંતુ ગાય એ આવકનું પણ સર્વશ્રેષ્ઠ સાધન છે. જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો નાના ઉદ્યોગને પણ પાછળ રાખી દે તેટલી આવક ગાયો થકી થઇ શકે છે. આ વાત અમે સાબિત કરી બતાવી છે. દેખાવમાં જૂના જમાનાની યાદ અપાવતી ગૌશાળા વાસ્તવિકતામાં આજનાં ઉદ્યોગોને પણ આવકમાં પાછળ રાખી દે છે. ગત નાણાકીય વર્ષમાં આ ગૌશાળાએ ચાર કરોડ રૂપિયાનું ટર્નઓવર હાંસલ કર્યું છે.

ગૌધનમાંથી જ ઉદ્યોગ ઊભો કર્યો…! ઉદ્યોગ

રમેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આપણે ત્યાં ઉદ્યોગમાં બનતી વસ્તુઓ વિદેશમાં નિકાસ થાય છે એ તો આપણે સાંભળ્યું છે. પરંતુ ગૌશાળામાં બનતી વસ્તુઓ વિદેશમાં નિકાસ થાય છે એ વાત સાંભળીને તમને પણ નવાઈ ચોક્કસ લાગશે. અમેરિકા, યુકે, ન્યુઝીલેન્ડ, ઓમાન, UAE, અરબ સહિતના દેશોમાં અહીં બનતી વસ્તુઓની નિકાસ થાય છે. બીજી નવાઈની વાત એ છે કે, આ ગૌશાળામાં કોમ્પ્યુટર એન્જિનિયરથી લઈને 20 જેટલા કોમ્પ્યુટર ઓપરેટર ગૌશાળામાં નોકરી કરે છે. અહી 100 જેટલા લોકો નોકરી કરે છે. જેમાં 6 હજારથી લઈને 1,80,000 રૂપિયાના પગારદાર નોકરી કરે છે.

ગૌધનમાંથી જ ઉદ્યોગ ઊભો કર્યો…! ઉદ્યોગ

Read About Weather here

રમેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, આપણે ત્યાં ઉદ્યોગમાં બનતી વસ્તુઓ વિદેશમાં નિકાસ થાય છે એ તો આપણે સાંભળ્યું છે. પરંતુ ગૌશાળામાં બનતી વસ્તુઓ વિદેશમાં નિકાસ થાય છે એ વાત સાંભળીને તમને પણ નવાય લાગશે. પરંતુ અમે અમેરિકા, યુકે, ન્યુઝીલેન્ડ, ઓમાન, UAE, અરબ સહિતના દેશોમાં અહીં બનતી વસ્તુઓ નિકાસ કરીએ છીએ. અહીંની એક્ટિવિટી શીખવા અને ગાયમાંથી સારી રીતે આવક કેવી રીતે કરી શકાય તે માહિતી લેવા ગુજરાતભરમાંથી લોકો આવે છે. ગાય આધારિત ખેતી અને તેના પંચગવ્યનો ઉપયોગ કરી એક કંપનીના રૂપમાં કોર્પોરેટ રીતે અપનાવવામાં આવે તો દેશની ઇકોનોમીમાં વધારો થઈ શકે છે.આ એક ગાય માતાનો ચમત્કાર છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here