ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 24 વેપારી સાથે લાખોની છેતરપિંડી

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 24 વેપારી સાથે રૂ.16,91,545 ની છેતરપિંડી
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 24 વેપારી સાથે રૂ.16,91,545 ની છેતરપિંડી

રાધાકૃષ્ણ કોર્પોરેશનના બે શખ્સોએ ત્રણ મહિના સુધી ચણા- મગની ખરીદી કર્યા બાદ ચેક-આર.ટી.જી.એસથી પૈસા ચૂકવવાનું કહી રાત્રીના દુકાનના શટર પાડી નાશી છૂટયા : અંતે વેપારીઓએ પોલીસ ફરિયાદ નોંધાવી

Visit Saurashtra Kranti Homepage here

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટ તરીકે કામ કરતા 24 વેપારીઓ પાસેથી મગ તથા ચણાની ખરીદી કરી રાજકોટના બે શખાઓએ રૂ. 16,91,545 ની રકમ નહિ ચૂકવી છેતરપિંડી કર્યા અંગેની ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે

છેતરપિંડીના બનાવ અંગે ગોંડલ જેતપુર રોડ પર ધારેશ્વર નગરમાં રહેતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 2007 થી કમિશન એજન્ટ તરીકે કામ કરતા ગોરધન ઘુસાભાઇ ભૂત ( ઉ.વ 55 ) ની ફરિયાદ પરથી 24 વેપારી પાસે ચણા – મગ ખરીદી કરીને આર.ટી,જી.એસથી પૈસા નહિ ચૂકવી રૂ. 16,91,545 ની છેતરપિંડી આચરનાર રાજકોટના રાહુલ રમેશભાઈ વામજા (રહે. કોઠારીયા રોડ -ખોડિયાર સોસાયટી), વિપુલ ફુરજી ગાંગાણી (રહે.મવડી કણકોટ રોડ ) ની સામે આઇપીસી 406,420,114 મુજબ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

Read About Weather here

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાધાકૃષ્ણ કોર્પોરેશનના માલિક રાહુલ વામજા,ભાગીદાર વિપુલ ગાંગાણીએ ત્રણ મહિના સુધી ખેડૂતો- કમિશન એજન્ટો પાસેથી ચણાની ખરીદી કરી હતી. આર.ટી.જી.એસ અને ચેકથી નાણાનું ચુકવવાનું વચન આપ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here