ગોંડલ પાસે અજાણ્યા વાહનની ઠોકરે યુવાનનું મોત

અમદાવાદમાં શિવરંજની પાસે હિટ એન્ડ રનની ઘટના
અમદાવાદમાં શિવરંજની પાસે હિટ એન્ડ રનની ઘટના

હાઈ-વે પર દૂધનાં ટેન્કરમાં પંચર પડતા ટાયર બદલતી વેળાએ અજાણ્યા વાહનનાં ચાલકે યુવાનને હડફેટે લીધો

ગોંડલ પાસે હાઈ-વે પર ટેન્કરનું ટાયર પંચર થતા ટાયર બદલાવતા યુવાનને અજાણ્યા વાહનનાં ચાલકે હડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

આ અંગેની વિગત મુજબ જેતપુરમાં સારણનાં પુલ પાસે મોઢવાડી વિસ્તારમાં રહેતો જીતેન્દ્ર હુકમસિંહ યાદવ (ઉ.વ.૧૯) નામના યુવાને ગોંડલ સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે કે તેનો ભાઈ ગઈકાલે દૂધનું ટેન્કર લઇ આવતો હતો ત્યારે ગોંડલ હાઈ-વે પર શ્રી હોટલ પહોંચતા ટેન્કરનાં ટાયરમાં પંચર પડતા તેણે ટેન્કરને રોડની સાઈડમાં પાર્ક કરી ટાયર બદલાવતો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહનનાં ચાલકે તેને હડફેટે લઇ શરીરે ગંભીર ઈજા કરી નાસી જતા યુવાનનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવનાં પગલે હેડ કોન્સ્ટેબલ પી.એન.અગ્રાવતે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here