ગોંડલ ચોકડી પાસેથી રીઢો વાહન ચોર પકડાયો

ગોંડલ ચોકડી પાસેથી રીઢો વાહન ચોર પકડાયો
ગોંડલ ચોકડી પાસેથી રીઢો વાહન ચોર પકડાયો

ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીનાં આધારે શખ્સને દબોચી લઇ બુલેટ, સ્પ્લેન્ડર અને એક્સેસ સહિત ત્રણ વાહનો કબજે કર્યા

ગોંડલ ચોકડી પાસે આવેલી મહીરાજ હોટલ પાસેથી ચોક્કસ બાતમીનાં આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે રીઢા વાહન ચોરને પકડી લઇ ત્રણ ચોરાઉ વાહન કબજે કરી તાલુકા, આજીડેમ અને શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ત્રણ વાહન ચોરીનાં ભેદ ઉકેલી નાખ્યા છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ ક્રાઈમ બ્રાંચનાં એ.એસ.આઈ જયેશભાઈ નિમાવત સહિતનો સ્ટાફ ગોંડલ ચોકડી પાસે પેટ્રોલિંગમાં હતા ત્યારે ચોક્કસ બાતમી મળતા મહીરાજ હોટલ પાસેથી ચોરાઉ નંબર પ્લેટ વગરનાં એક્સેસ સાથે લલિત ઉર્ફે લક્કી હેમત ધામેચા (રહે. શાપર ગામ) નામના રીઢા વાહન ચોરને પકડી લીધો હતો.

Read About Weather here

પોલીસે આકરી પૂછપરછ કરતા શખ્સે રાજકોટનાં તાલુકા પોલીસની હદમાંથી એક્સેસ મોપેડ, આજીડેમ વિસ્તારમાંથી સ્પ્લેન્ડર બાઈક તથા શાપર-વેરાવળ પાસેથી બુલેટ ચોરી કરી હોવાની કબૂલાત આપતા પોલીસે ચોરાયેલા ત્રણેય વાહનો કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here