ગોંડલમાં બાયોડીઝલ અંગે બાતમી આપ્યાનો ખાર રાખી યુવક પર હુમલો

ગોંડલમાં બાયોડીઝલ અંગે બાતમી આપ્યાનો ખાર રાખી યુવક પર હુમલો
ગોંડલમાં બાયોડીઝલ અંગે બાતમી આપ્યાનો ખાર રાખી યુવક પર હુમલો

ફોનમાં ગાળો ભાંડયા બાદ રૂબરૂ બોલાવી બે શખ્સોએ છરી વડે ખુની હુમલો કર્યો

ગોંડલના સુલતાનપુર ગામે ઝડપાયેલા બાયો ડીઝલની પોલીસને બાતમી આપ્યાની શંકાએ બાયોડીઝલના ધંધાર્થીએ યુવક ઉપર છરી વડે હુમલો કર્યો હતો આ અંગે પોલીસ દફતરે ફરિયાદ નોંધાતા ભારે ચકચાર મચી જવા પામી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ બનાવની પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે રહેતા જીગરભાઈ ઉર્ફે લાલો ગુણવંતભાઈ રૂપાણી પોતાના ઘરે હતા ત્યારે ગોંડલના સંજય ઉર્ફે સર્કિટ કિશોરભાઈ ખૂંટ અને નરેન્દ્ર ઉર્ફે નંદો માનસિંગભાઈ ચાવડા નામના શખ્સે છરી વડે હુમલો કરી છરીના ઘા ઝીંકી દીધા હતા જીગરભાઈ રૂપાણીને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હુમલામાં ઘવાયેલા જીગરભાઈ રૂપાણીએ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં હમલાખોર બન્ને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી સંજય ઉર્ફે સર્કિટ બાયો ડીઝલનો ધંધો કરતો હતો.

Read About Weather here

જે કોઈ કારણસર બંધ થઈ જતા જીગરભાઈ રૂપાણીએ પોલીસને બાતમી આપ્યાની શંકાએ મોબાઈલ ફોનમાં વીડિયો કોલ કરી ગાળો ભાંડી હતી અને બાદમાં છરી સાથે જીગરભાઈ રૂપાણીના ઘરે ધસી જઇ હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું ગોંડલ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એમ.જે.પરમાર સહિતના સ્ટાફે જીગરભાઈ ઉર્ફે લાલો રૂપાણીની ફરિયાદને આધારે તપાસનો દોર લંબાવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here