ગોંડલમાં ખાંટ રાજપૂત સમાજની ક્રિકેટ ટૂર્નામેન્ટ સંપન્ન

ગોંડલમાં ખાંટ રાજપૂત સમાજની ક્રિકેટ ટૂર્નામેન્ટ સંપન્ન
ગોંડલમાં ખાંટ રાજપૂત સમાજની ક્રિકેટ ટૂર્નામેન્ટ સંપન્ન

16 ટીમો વચ્ચેની ટકકરમાં ભરૂડીની રામનાથ ઈલેવન ટીમ વિજેતા

શ્રી ખાંટ રાજપુત યુવા ગ્રુપ ગોંડલ દ્વારા આયોજિત સાતમી ક્રિકેટ ટૂર્નામેન્ટ 2022 માં રાજકોટ, ગોંડલ, જુનાગઢ, ભાવનગર તેમજ ગીર વિસ્તારની કુલ 16 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલ મેચમાં રામનાથ ઈલેવન ભરુડી અને હરી ઈલેવન ગોંડલ વચ્ચે ફાઇનલ મેચની ટક્કર જામી હતી. જેમા રામનાથ ઈલેવન ભરુડીની ટીમ વિજેતા જાહેર થઇ હતી.

Read National News : Click Here

આ ટુર્નામેન્ટમાં ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજનું ગૌરવ મહેશભાઈ ભડેલીયા હાલમાં લેવાયેલી પોલીસ, ઇન્સપેક્ટર રેન્ક 6 સાથે પસંદગી થયેલ તેમજ મયુર મકવાણા ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા રમાડવામાં આવતી સૌરાષ્ટ્ર અંડર-19 ટીમમાં ભાવનગરમાં સિલેક્શન થયેલ.

Read About Weather here

તેમજ ગોંડલ નગરપાલિકા પ્રમુખ સમીરભાઇ કોટડીયા, કારોબારી ચેરમેન ઋષિરાજસિંહ જાડેજા, અનિલભાઈ ગુજરાતી, રાકેશભાઈ સોલંકી, વિનુભાઈ લાલકીયા, કાળુભાઈ ભીલ, વિનુભાઈ ગુજરાતી, અશ્ર્વિનભાઈ ગોહેલ તેમજ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ઉપાધ્યક્ષ રાજ શેખાવત તેમજ કે.પી.ગુજરાતી, રાજુભાઈ સરવૈયા, નરેશભાઈ ભાલીયા, રમેશભાઈ મકવાણા વગેરે ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના અગ્રણીઓ યુવાનોને પ્રોત્સાહન કરવા હાજર રહ્યા હતા તેમજ ટેલીફોનિક દ્વારા શુભેચ્છાઓ આપવામાં આવી હતી. ફાઈનલ વિજેતા ટીમને ચેમ્પિયન ટ્રોફી તેમજ સિલ્ડ આપવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here