ગોંડલમાં કેબીન હટાવવા મુદ્દે યુવક પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો

ગોંડલમાં કેબીન હટાવવા મુદ્દે યુવક પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો
ગોંડલમાં કેબીન હટાવવા મુદ્દે યુવક પર ત્રણ શખ્સોનો જીવલેણ હુમલો

દુકાનેથી ચોરડી ગામે ઘરે જતા યુવકને આંતરી ત્રણેય શખ્સો હત્યા કરવાના ઇરાદે છરી -પાઇપ,લાકડી વડે ખૂની હુમલો કરી નાશી છૂટ્યા

ગોંડલ તાલુકામાં શ્રી રામ ફેક્ટરી પાસે કેબીન રાખવા મુદ્દેનો ખાર રાખી દરબાર યુવક પર ત્રણ શખ્સોએ છરી -પાઇપ,લાકડી વડે ખૂની હુમલો કર્યા અંગેની ફરિયાદ નોંધાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

ખૂની હુમલાના બનાવ અંગે ગોંડલના ચોરડી ગામે રહેતા શક્તિસિંહ ઘનશ્યામસિંહ ઝાલાની ફરિયાદ પરથી ગોંડલ તાલુકા પોલીસે શ્રી રામ સીમેન્ટની ફેકટરી સામે કાચા રસ્તે વાડીના જવાના માર્ગે હુમલો કરનાર વિશાલ બાબુભાઇ બાબરિયા  (રહે. ગોંડલ )અજય ઉર્ફે પંકજ જેન્તીભાઇ મકવાણા (રહે. પાટીદળ )એક અજાણ્યો માણસ સામે આઇ.પી.સી કલમ 307 ,326,325,341,506(2),114 તથા જી.પી.એકટ મુજબ ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે.

દરબાર યુવકે ફરિયાદમાં જણાવ્યું છે કે શ્રી રામ સીમેન્ટ ફેકટરીના સામેના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં કેબીન મુકેલ હોય, જે જગ્યાએ વિશાળ બાબરીયાને કેબીન મુકવી હતી.જેથી બે-ત્રણ દિવસ પહેલા વિશાળએ ફરિયાદી દરબાર યુવકને કેબીન હટાવી લેવા જણાવી, જો કેબીન નહિ હટાવે તો જાનથી મારી નાખવાની ધમકિ આપી જતો રહ્યો હતો.

ત્રણ દિવસ બાદ પણ દરબાર યુવકે કેબીન હટાવી નહિ હતી. જેથી દરબાર યુવક નાસ્તો લઇ પોતાના બાઈક પર ઘરે જતો હતો. ત્યારે રસ્તામાં દરબાર યુવકને આરોપી વિશાલ બાબરીયાએ આંતરી ડાબા પગના ભાગે લાકડીનો એક ઘા માર્યો હતો.જયારે અજય ઉર્ફ પંકજ મકવાણાએ યુવકને માથાના ભાગે છરી વડે બે-ત્રણ ઘા ઝીંકી દીધા હતા.

Read About Weather here

જયારે એક અજાણ્યા યુવકે લોંખડના પાઇપ વડે હુમલો કરી યુવકને હાથમાં ફેક્ચર જેવી ઇજા કરી હતી. ત્રણેય શખ્સોએ કેબીન હટાવી લેવાનું કહી દરબાર યુવકની હત્યાના ઇરાદે જીવલેણ ઈજાઓ કરી નાશી છૂટ્યા હતા. ઈજાગ્રસ્ત યુવકને પરિવારજનોએ સારવાર અર્થે ગોંડલ બાદ રાજકોટ સિવિલમાં હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પી.એસ.આઈ એમ.જે.પરમારે વધુ તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here