ગોંડલના ભરૂડી ટોલ પ્લાઝા પર ચાલુ ઇકો ભડભડ સળગી

ગોંડલના ભરૂડી ટોલ પ્લાઝા પર ચાલુ ઇકો ભડભડ સળગી
ગોંડલના ભરૂડી ટોલ પ્લાઝા પર ચાલુ ઇકો ભડભડ સળગી

મુસાફરોના જીવ તાળવે ચોટ્યા, ટોલ કર્મીઓએ જીવના જોખમે તમામને બહાર કાઢ્યા

રાજકોટમાં વાહન સળગવાની ઘટના અવારનવાર સામે આવે છે. ત્યારે આજે ગોંડલ નજીક ભરૂડી ટોલ પ્લાઝા પર ચાલુ ઇકો કાર ભડભડ સળગી ઉઠી હતી. આથી અંદર રહેલા મુસાફરોના જીવ તાળવે ચોટ્યા હતા. પરંતુ ટોલ પ્લાઝાના કર્મચારીઓએ સમયસુચકતા વાપરી તમામ મુસાફરોને જીવના જોખમે સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આથી મોટી જાનહાનિ ટળતા હાજર લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. જ્યારે ઇકો કાર સળગીને ખાખ થઇ ગઈ હતી.

Subscribe Saurashtra Kranti here

ઇકો કારમાં આગ લાગવાની ઘટનાને કારણે લોકોના ટોળા અકત્ર થઇ ગયા હતા. લોકોએ આગને દૂરથી જ નીહાળી હતી. તેમજ નેશનલ હાઇવે હોવાથી લાંબો ટ્રાફિકજામ થયો હતો. પોલીસ દોડી આવતા જ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે ઇકો કાર ટોલ પ્લાઝા પર ઉભી રહેતા જ સળગવા લાગી હતી. આગ ક્યાં કારણોસર લાગી તે જાણી શકાયું નથી. આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

ઇકો કાર ઈગૠ હોવાથી આગ વધુ પ્રસરી હતી. ઈગૠ લિક થવા લાગતા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે આ બનાવમાં સદનસીબે કોઇ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતા જ ગોંડલથી ફાયર ફાઇટર દોડી આવ્યું હતું. ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ગઇકાલે વીંછિયાની મેઈન બજારમાં પાણીવાળા દરવાજા પાસે આવેલી રાજુભાઈ નિમ્બાર્કના મારૂતિ મેડિકલ સ્ટોરમાં વહેલી સવારે 6-30 કલાક આસપાસ અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

Read About Weather here

જોકે મેડિકલ સ્ટોરમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા વીંછિયા પોલીસ દ્વારા જસદણ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી જસદણ ફાયર ફાઈટર સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા સતત પાણીનો મારો ચલાવ્યો હતો. જોકે ત્રણ કલાકની જહેમત બાદ જસદણ ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગ મેડિકલ સ્ટોરની બાજુમાં ઉભેલા વીજપોલના વાયરમાં શોર્ટસર્કિટ થવાના લીધે લાગી હોવાનું તારણ લગાવાય રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here