ગેસનો બાટલો લીક થતા આગ લાગી: દંપતી ગંભીર રીતે દાઝ્યું

ગેસનો બાટલો લીક થતા આગ લાગી: દંપતી ગંભીર રીતે દાઝ્યું
ગેસનો બાટલો લીક થતા આગ લાગી: દંપતી ગંભીર રીતે દાઝ્યું

બાટલાનું રેગ્યુલેટર તૂટી જતા ગેસ ઘરમાં પ્રસરી ગયો, લાઈટની સ્વિચ ચાલુ કરતા આગ ભભૂકી: ઘરવખરી ખાખ

શહેરના જામનગર રોડ પર ડાંગર કોલેજ પાછળ હાઉસિંગ આવાસ યોજનાના એક ક્વાર્ટરમાં ગેસનો બાટલો લીક થતા ભીષણ આગ લાગી હતી. આથી સ્થાનિક લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં દંપતી ગંભીર રીત દાઝ્યું હતું. બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલના બર્ન્સ વિભાગમાં ખસેડાયા છે. મહિલા મધુબેન દિનેશભાઈ પરમાર (ઉં.વ.50) 90 ટકા દાઝી જતા હાલત ગંભીર છે. તેના પતિ દિનેશભાઇને પણ સમાન્ય ઇજાઓ થઇ હતી. તેના પુત્રએ જણાવ્યું હતુ કે, અચાનક ધડાકો થયો, મારા મમ્મી સળગેલી હાલતમાં રૂમની અંદર અને બહાર આવ-જા કરતી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ઘરની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે. આજે સવારે મધુબેન ઉઠ્યા ત્યારે ગેસનો બાટલો લીક થયો હતો. ગેસ ઘરમાં પ્રસરી ગયો હતો અને લાઈટની સ્વિચ ચાલુ કરતા વિકરાળ આગ લાગી હતી. આગની ઝપેટમાં મધુબેન આવી ગયા હતા અને 90 ટકા શરીર દાઝી ગયું હતું. પત્નીની ચીચીયારીથી રૂમમાં સૂતેલા પતિ દિનેશભાઈ જાગી ગયા હતા અને મધુબેનના શરીરે લાગેલી આગ ઠારી હતી. પરંતુ દિનેશભાઇ પણ હાથના ભાગે દાઝી ગયા હતા. ભીષણ આગથી સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. બાદમાં સ્થાનિક લોકોએ દંપતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યું હતું.

ભોગ બનનાર દિનેશભાઈએ મીડીયાને જણાવ્યું હતું કે, પ્રચંડ ધડાકાથી ઘરના બારી-દરવાજા પણ તૂટી ગયા છે. ઘરમાં એક પણ વસ્તુ બચી નથી. મારો દીકરો નીચે હોવાથી તે બચી ગયો છે. નહીંતર એ પણ આગની લપેટમાં આવી જાત. બટાલાનો અવાજ થયો હતો. મને હાથના ભાગે ચામડી ઉખડી ગઈ છે. જયારે મારી પત્નીના વાળ બળી ગયા છે અને મોઢે, હાથ-પગ સહિત આખા શરીરે ગંભીર રીતે દાઝી ગઈ છે. બે મહિના પહેલા જ રહેવા ગયા હતા.

Read About Weather here

સ્થાનિકોના જણાવ્યા અનુસાર આઠ-સવા આઠ વાગ્યાની આસપાસ ઓચિંતાનો અવાજ આવ્યો. બારીના કાચ તૂટી ગયા હતા અંદરથી વરાળ નીકળી રહી હતી. બાદમાં આજુબાજુના ક્વાર્ટરવાળા ભેગા થઈને જોયું તો મધુબેન દાઝી ગયા હતા. ગેસનો બાટલો ફાટ્યો નથી પણ રેગ્યુલેટર તૂટી ગયું હોવાથી ગેસ ઘરમાં પ્રસરી ગયો અને લાઈટની સ્વિચ ચાલુ કરી તો આગ લાગી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here