ગૃહમંત્રી અમિત શાહનાં મિશન કાશ્મીરનો પ્રારંભ

દેશના સીઆરપીએફ નાં જવાનોમાં માનસિક અસ્થિરતાનું વધતું પ્રમાણ
દેશના સીઆરપીએફ નાં જવાનોમાં માનસિક અસ્થિરતાનું વધતું પ્રમાણ

કલમ-370 હટાવ્યા બાદ પહેલીવાર ત્રણ દિવસના પ્રવાસે: ભારતીય સેના અને આઇબી ચીફ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક: શ્રીનગરથી શારજાહની પ્રથમ ઇન્ટરનેશનલ ફલાઇટનું ઉદ્ધાટન કર્યુ

જમ્મુ અને કશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ-370 હટાવ્યા બાદ પહેલીવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાશ્મીરની ત્રણ દિવસની મહત્વપૂર્ણ યાત્રા પર આજે શ્રીનગર આવી પહોંચ્યા હતા. ગૃહમંત્રીની મુલાકાત પહેલા સમગ્ર જમ્મુ અને કાશ્મીર ખીણમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

શ્રીનગર તથા આસપાસના વિસ્તારોમાંથી સુરક્ષા દળોએ 700થી વધુ શકમંદોની અટકાયત કરી લીધી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી શાહે એમની મુલાકાતના પહેલા જ દિવસે ભારતીય સેના અને આઇબી સહિતની ગુપ્તચર સંસ્થાઓના ઉચ્ચ અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો.

અને કાશ્મીરની પરિસ્થિતિનો કયાસ મેળવ્યો હતો. પછી એમને શ્રીનગરથી શારજાહ સુધી પ્રથમ ઇન્ટરનેશનલ ફલાઇટનું ઉદ્ધાટન કર્યુ હતું. ભારત અને યુએઇને સિધ્ધી જોડતી ફલાઇટની ગયા મહિને નાગરિક ઉડીયન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ ગયા મહિને જાહેરાત કરી હતી.

ગૃહમંત્રી શાહ કલમ-370 નાબુદ થયા બાદ લગભગ 25 મહિનાના ગાળા પછી પ્રથમ વખત કાશ્મીરની મુલાકાત લઇ રહયા છે. એમની પહેલા સીઆરપીની વીઆઇપી સુરક્ષા ટુકડી અહીં આવી પહોંચી હતી.

અમિત શાહ એક રેલીને પણ સંબંધોન કરવાના છે. રેલીનાં સ્થળે 3 હજાર સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. સામાન્ય નાગરિકો પર આતંકવાદી હુમલાઓ વધી ગયા બાદ શાહની ત્રણ દિવસની યાત્રા મહત્વની માનવામાં આવે છે.

ગૃહમંત્રીની સુરક્ષા માટે સ્નાયપર્સ, ડ્રોન અને સાર્પસુટરને પણ તૈનાત કરવામાં આવ્યા છે. એરપોર્ટ પર લેફટ ગર્વનર મનોજસિંહ એરપોર્ટ પર ઉચ્ચ અધિકારીઓએ એમનું સ્વાગત કર્યુ હતું.

અહીંથી તેઓ સીધા લેફટ ગર્વનર મનોજસિંહની સાથે રાજભવન હંકારી ગયા હતા. જયાં સેનાના મોટા અધિકારીઓ, આઇબીના વડા સહિત 12 ટોચના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

જેમાં આઇબીના વડા અરવિંદ જુમાર, ડીજીપી સીઆરપી અને એનઆઇએ કુલદિપસિંહ, ડીજીપી એનએસજી અને સીઆઇએસએફ ગણપતિ, ડીજીપી બીએસએફ પંકજસિંહ, રાજયના ડીજીપી દિલબાગસિંહ બેઠકમાં હાજર રહયા હતા.

ગૃહમંત્રીની મુલાકાતને લઇને સમગ્ર ખીણમાં સીઆરપીની 10, અને બીએસએફની 15 વધારાની કંપનીઓ ગોઠવી દેવામાં આવી છે. તેઓ શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ ક્ધવેન્શન સેન્ટર ખાતે વિવિધ પક્ષના ડેલીગેસન, ટ્રાન્સપોર્ટ અને હાઉસબોર્ડ ડેલીગેશન, વેપારીઓ સાથે બેઠક યોજી કાશ્મીરના વિકાસની ચર્ચા કરશે.

કાલે તા.24ને રવિવારે જમ્મુમાં અમિત શાહ ભાજપની રેલીને સંબંધોન કરશે. 25મીએ શ્રીનગરમાં રેલીને સંબંધોન કરશે. બાદમાં દાલ સરોવર પાસેના સાંસ્કૃતિ કાર્યક્રમમાં ભાગ લેશે.

Read About Weather here

આતંકી હુમલામાં માર્યા ગયેલા કાશ્મીરી પંડિત માખનલાલ બિંદ્રુ, પ્રિન્સિપાલ સુતીન્દર કૌર અને અરશદ અહેમદ મીરનાં પરિવાર સાથે પણ મુલાકાત કરશે. શ્રીનગરને શુસોભીત કરાયું છે અને ચારે તરફ શાહના પોસ્ટરો પણ લગાવાયા છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here