ગૃહખાતાના બજેટમાંથી સૌથી વધુ પોલીસ વિભાગ માટે રૂ.1.17 લાખ કરોડની ફાળવણી

ગૃહખાતાના બજેટમાંથી સૌથી વધુ પોલીસ વિભાગ માટે રૂ.1.17 લાખ કરોડની ફાળવણી
ગૃહખાતાના બજેટમાંથી સૌથી વધુ પોલીસ વિભાગ માટે રૂ.1.17 લાખ કરોડની ફાળવણી

સંરક્ષણ માટે રૂ.87444 કરોડની ફાળવણી, ગત વર્ષ કરતા 12% વધુ નાણા અપાયા: જમ્મુ અને કાશ્મીર તથા સરહદી વિસ્તારના વિકાસ માટે વધુ નાણાકિય ફાળવણી

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે નવા અંદાજ પત્રમાં સંરક્ષણ અને ગૃહમંત્રાલય માટે ફાળવણીમાં 11 થી 12% જેવો તોતીંગ વધારો કર્યો છે.સંરક્ષણ માટેના બજેટમાં કુલ રૂ.87444 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જે ગયા વખત કરતા 12%નો વધારો સુચવે છે. ગયા બજેટમાં રૂ.87838 કરોડની ફાળવણી થઇ હતી. જયારે ગૃહ ખાતા માટેના બજેટમાં 11% જેવો તોતીંગ વધારો કરવામાં આવ્યો છે અને કુલ રૂ.1.85 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

ગયા વર્ષે બજેટમાં ગૃહ મંત્રાલય માટે રૂ.1.66 લાખ કરોડની ફાળવણી થઇ હતી. એટલે 11% જેવો વધારો કરાયો છે. જો કે ગૃહ ખાતા માટેના મૂડી ખર્ચનો 5% વધારો થયો છે. ગૃહખાતાને અપાયેલા બજેટમાંથી સૌથી વધુ જંગી ફાળવણી પોલીસ વિભાગ માટે થઇ છે જેના માટે રૂ.1.17 લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે. આ રીતે સૌથી વધુ ફાયદો આંતરીક સુરક્ષા કરતી પોલીસને થયો છે. પોલીસ દળ માટેની રકમમાંથી રૂ.10500 કરોડ જેટલી રકમ મૂડી ખર્ચ માટે ફાળવવામાં આવી છે. જે ગયા વખત કરતા થોડી વધુ છે.

સરહદી રાજય જમ્મુ અને કાશ્મીર હવે કેન્દ્ર શાસીત પ્રદેશ બન્યો છે. જેના માટે બજેટમાં વધારાના રૂ.3800 કરોડની વધારાની ફાળવણી કરવામાં આવી છે. કુલ ફાળવણી રૂ.35581 કરોડ જેટલી છે. જયારે લડાખને રૂ.5958 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાંથી 60% રકમ મૂડી ખર્ચ માટે અપાઇ છે. ગયા બજેટમાં વસ્તી ગણતરી માટે રૂ.3768 કરોડ ફાળવવામાં આવ્યા હતા. પણ મહામારીને કારણે વસ્તી ગણતરી થઇ શકી નથી આથી નવા બજેટમાં રૂ.3676 કરોડની રકમ ફાળવવામાં આવી છે.

કેબિનેટની વાત કરીએ તો પ્રિન્સીપાલ વિજ્ઞાન સલાહકારની કચેરી માટે સૌથી વધુ ફાળવણી કરવામાં આવી છે. ગયા વર્ષે રૂ.68 કરોડ અપાયા હતા જે વધારી રૂ.300 કરોડ કરવામાં આવ્યા છે. દેશના વૈજ્ઞાનિક સલાહકારની કચેરીના વહીવટી ખર્ચ માટે આ રકમ ફાળવવામાં આવી છે. સીઆરપી, બીએસએફ, આઇટીબીપી, આસામ રાઇફલ્સ સહિતના કેન્દ્રીય શસ્ત્ર દળો માટે બજેટમાં કુલ રૂ.87444 કરોડ ફાળવવામાં આવ્યા છે જે ગયા વર્ષ કરતા 12% વધુ છે.

સરહદી વિસ્તારોમાં માળખાકીય સુવિધા સંચાલન માટે રૂ.600 કરોડ વધુ ફાળવીને કુલ રૂ.2744 કરોડની ફાળવણી કરવામાં આવી છે. જેમાંથી રૂ.2517 કરોડ મૂડી ખર્ચ પેટે અપાયા છે. સરહદ પર કાટાળા તારની વાળ ઉભી કરવા, રસ્તા અને ઓપઝરવેશન ટાવર બનાવવા, ફ્રન્ટલાઇટ ગોઠવવા તથા પાકિસ્તાન અને બાંગ્લા સરહદ પર હાઇટેક સાધનો ગોઠવવા બજેટ ફાળવવામાં આવ્યું છે.

કાઠાળ વિસ્તારમાં સરહદો પર વધુ સારી રીતે નજર રાખી શકાય એ માટે મોબાઇલ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવશે. જેથી ગેરકાનુની પ્રવૃતિઓ અટકાવી શકાય. સરહદ પરના ગામો મોટા ભાગે વિકાસથી વંચિત રહયા છે. એ તમામ ગામોને વાઇબ્રન્ટ વિલેજ યોજનામાં સામેલ કરવામાં આવશે. જયાં આવાસ, પ્રવાસન કેન્દ્રો, રસ્તા, શુધ્ધ એનર્જી, દુરદર્શન માટે ડીટીએચ, રોજગારી નિર્માણ જેવી યોજનાઓ હાથ ધરવામાં આવશે.

Read About Weather here

દેશના ગુપ્તર માળખાને મજબુત બનાવવા આઇબીને રૂ.3168 કરોડ, દિલ્હી પોલીસને રૂ.10096 કરોડ, વડાપ્રધાનની સુરક્ષા કરતા 3 હજાર કમાન્ડોના સ્પેશીયલ પ્રોટેકસન ગ્રૃપને રૂ.386 કરોડ ફાળવવામાં આવ્યા છે. નાકોટીકસ ક્ધટ્રોલ બ્યુરો અને એનઆઇએને રૂ.1078 કરોડ ફાળવવામાં આવ્યા છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here