ગુરૂવારે મહાઆરતી; પુષ્પાંજલી અને ભવ્ય શૌર્ય યાત્રા યોજાશે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
હિંદવા સુરજ રાજપૂત કુળભુષણ શ્રી મહારાણા પ્રતાપસિંહજી જન્મ જયંતિ તા. 2-6ને ગુરૂવાર 482 મી જન્મ જયંતિ છે. રાજસ્થાનના મેવાડ પ્રાંતમાં કુંભલગઢ કિલ્લામાં રાજમાતા શ્રી જયવંતાબાઇની કુખે જન્મેલા ત્યાગ, બલીદાન, શૌર્ય, સમર્પણની મુરતરૂપ શ્રી મહારાણા પ્રતાપસિંહજીના જન્મ જૈઠ સુદ -3 વિક્રમ સંવત 1597 ના દિવસે થયેલ હતો. પોતાનું સંપૂર્ણ જીવન પોતાની માતૃભુમી અને ક્ષાત્રધર્મ માટે ન્યોછાવર કરનાર મહાન હિંદવા સુરજ રાજપૂત કુળભુષણ શ્રી મહારાણા પ્રતાપસિંહજીને કોટી કોટી વંદન. શ્રી મહારાણા પ્રતાપસિંહજીના જીવનમાંથી આજના યુવાનોએ અનેક પ્રેરણા લેવા જેવું તેમનું જીવન હતું ખૂબ જ મુશકેલી અને કઠોળ સમયમાંથી પસાર થયેલ છે, એમણે અનેક ધર્મ યુધ્ધો લડીયા અને જીતેલા છે, તેમાંથી બે મોટા યુધ્ધોમાં અકબરની મુગલ સેના સામેના યુધ્ધમાં દિવેરનું યુધ્ધ અને હલદીઘાટીનું યુધ્ધ જગ પ્રસિધ્ધ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ મહા યુધ્ધમાં મુખ્ય સેના નાયકો ભીમસિંહજી ડોડીયા, ઝાલા માનસિંહજી, રાવ મામરખસિંહજી પરમાર, રામશાહ તંવર, કુંવર શાલીવાહન તોમર, માનસિંહજી બિદા, કિષ્ણદાસજી ચુંડાવત, હકીમ ખાન સુરી, ચંદ્રસેન રાઠોડ, રામદાસજી રાઠોડ, હરદાસજી ચૌહાણ, ગોવિંદસિંહજી ડોડીયા, હમીરસિંહજી ડોડીયા, ડુંગરસિંહજી પરમાર, વિરમદેવજી પરમાર, શેઠ ભામાશાહ, રાણાપુંજા સોલંકી (ભીલ સરદાર), શકિતસિંહજી સિસોદીયા, કેશવજી બારહઠ(ચારણ), જયશા બારહઠ (ચારણ), માળી બ્રાહ્મણ, મહેતા રત્નચંદ ખેમાવત, પુરોહીત ગોપીનાથ, મહેતા જયમલ બચ્છાવત, પુરોહીત જગન્નાથ, મેનારીયા બ્રાહ્મણ કલ્યાણજી તથા અનેક યુધ્ધ વિરોએ પોતાના બલીદાન આપીને ધર્મ તથા માતૃભૂમિનું રૂણ ચુકવ્યુ હતું. શ્રી મહારાપ્રતાપના સ્વામી પ્રેમી અશ્ર્વ ચેતકનું બલીદાન પણ અવીસ્મરણીય છે. મહારાણા પ્રતાપના જીવનમાં એમના પરિવારજનો તથા એમના ધર્મપત્ની શ્રી અજબદે પવારનો ત્યાંગ સમર્પણ પ્રેરણાદાયી છે. આ હલ્દીધાટીની યુધ્ધ ભુમીમાં સર્વે યોધ્ધાના બલીદાનથી એક વિશાળ જગ્યાએ લોહીનું તળાવ રકત તલાઇ બની ગયુ હતું તે જગ્યા હાલમાં મોજુદ છે . યુધ્ધના વર્ષો બાદ પણ તે યુધ્ધ ભુમી હલદીઘાટીની માટીમાંથી હાલ પણ હથિયારો, તલવારો વગેરે મળી આવે છે.

Read About Weather here

આ હિંદના શુરવિર યોધ્ધા સિસોદીયા કુળ દિપક શ્રી મહારાણા પ્રતાપસિંહજીની 482 મી જન્મ જયંતિ નિમિતે તા. 2-6 ને ગુરૂવારના રોજ સવારે 8 કલાકે સોરઠીયાવાડી ચોક, શ્રી મહારાણા પ્રતાપસિંહજી પ્રતિમા ખાતે ભવ્ય જન્મ જયંતિનું આયોજન કરેલ છે. જેમાં સવારે મહાઆરતી, પુષ્પાંજલિ અને ભવ્ય શૌર્યયાત્રાનું ભવ્ય આયોજન શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના તથા શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તથા શૌર્યયાત્રાના અધ્યક્ષ સ્થાને સહદેવસિંહ ડોડીયા રહેશે. આ જન્મ જયંતિના પવિત્ર કાર્યક્રમમાં સર્વે હિન્દુ સમાજ તથા ક્ષત્રિય રાજપૂત સમાજને ભાવભર્યું આમંત્રણ છે.આ કાર્યક્રમનું આયોજન શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના તથા શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા થઇ રહ્યું છે. શૌર્યયાત્રા પ્રસ્થાન શ્રી મહારાણા પ્રતાપસિંહજી પ્રતિમા (સોરઠીયાવાળી ચોક) – કેવડાવાડી મેઇન રોડ – કેનાલ રોડ – જીલ્લા ગાર્ડન ચોક -રામનાથપરા મેઇન રોડ – શ્રી રામનાથપરા ક્ષત્રિય કારડીયા રાજપૂત વાડી ચોક – ગરૂડ ચોક – કોઠારીયા નાકા – પેલેસ રોડ -ભુપેન્દ્ર રોડ-ઢેબર ચોક-ત્રિકોણ બાગ-લિંબડા ચોક-શ્રી પંચનાથ મહાદેવ મંદિરે શૌર્યયાત્રા પુર્ણ થશે તેમ યાદીમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here