ગુનામાં તાલિબાની સજા…!

ગુનામાં તાલિબાની સજા...!
ગુનામાં તાલિબાની સજા...!
પરિવારજનોએ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કર્યો છે. ઘટનાની તપાસ કર્યા પછી પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. મધ્યપ્રદેશના ગુનામાં માનવતાને શરમાવે એવી એક ઘટના સામે આવી છે. એક દલિત યુવકને મોબાઈલ ચોરીની શંકામાં નગ્ન કરીને સળગતી લાકડીઓ અને ડંડાથી ઢોરમાર મારવામાં આવ્યો છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગુનાના લાડપુરા ગામમાં મોબાઈલ ફોનની ચોરીની શંકામાં દલિત યુવકની સાથે બે લોકોએ સળગતા લાકડા અને ડંડાથી મારઝૂડ કરી છે. આરોપીઓએ પીડિત યુવક અરવિંદને બોલાવ્યો અને પોતાની સાથે સૂમસામ જગ્યાએ લઈ ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ત્યાં તેને નગ્ન કરીને તેની સાથે મારઝૂડ શરૂ કરી દીધી હતી. યુવકને આગથી દઝાડવાનો પ્રયત્ન પણ કર્યો હતો. આરોપીઓએ યુવક સાથે કરવામાં આવેલી મારઝૂડનો વીડિયો પણ બનાવ્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો. ઘટના સોમવાર સાંજે 7 વાગ્યાની જણાવવામાં આવી છે. વાઇરલ વીડિયોમાં યુવક સાથે મારઝૂડ કરવામાં આવી રહી છે, ગાળો આપવામાં આવી રહી છે અને અમુક લોકો મૂકદર્શક થઈને જોઈ રહ્યા છે.ઘટના વિશે વિજયનગર પોલીસ સ્ટેશનના પ્રભારી રાકેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે પીડિત અરવિંદ કલાવતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Read About Weather here

તેણે આરોપ લગાવ્યો છે કે મોબાઈલ ચોરીનો આરોપ લગાવીને તેને ડંડા અને સળગતા લાકડાથી મારવામાં આવ્યો છે. ફરિયાદના આધારે આરોપી હેતરામ ગુર્જર અને ગોલુ પર કલમ 323, 324, 294 સહિત વિવિધ ભારતીય કલમ પ્રમાણે ફરિયાદ નોંધવામાં આવી છે.આરોપીઓ સામે કલમ 506 અને અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિ પર અત્યાચાર અધિનિયમ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટના વિશે અધિકારીએ કહ્યું હતું કે, ઘટનાના એક કલાકમાં જ એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીની તપાસ ચાલુ છે. પોલીસ પીડિતનો મેડિકલ રિપોર્ટ મળ્યા પછી આરોપીઓ સામે અન્ય કલમ પણ જોડશે એવી શક્યતા છે. ઘટનામાં સામેલ આરોપી હેતરામ ગુર્જરની પોલીસે ધરપકડ કરી લીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here