ગુજસીટોકનાં કેસમાં જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ વોરા સ્પે.પી.પી.તરીકે નિમાયા

ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ

ગોંડલ અને જેતપુરમાં ડઝનથી વધુ ગંભીર ગુન્હાઓમાં સામેલ નામચીન નિખીલ દોગા અને તેના તમામ સાગરીતો સામે નોંધાયેલ ગુજસીટોક હેઠળના કેસમાં પોલીસ તપાસ પુર્ણ થતા તમામ વિરૂધ્ધ ચાર્જશીટ રજુ થયેલ. જિલ્લા સરકારી વકીલ તરીકે ફરજ બજાવતા સંજયભાઈ કે. વોરાને સ્પે.પી.પી. તરીકે નિમણુંક આપેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

વર્ષ–2020 માં અમલમાં આવેલ ગુજસીટોકના કાયદા હેઠળ નામચીન હિસ્ટ્રીસીટર ગુનેગારો અને તેઓની ટોળકીના ગુનાઓને નાથવા માટે ગુજરાત સરકારે ત્રાસવાદ વિરોધી કાયદો લાવી રાજકોટ, જામનગર, ગોંડલ અને અમરેલી વિગેરે શહેરોમાં અનેક નામચીન ગુનેગારો સામે આ કાયદા હેઠળ કાર્યવાહી શરૂ કરેલ હતી.

જામનગરના કુખ્યાત ભુમાફીયા જયેશ પટેલ અને તેના ૧૬– સાગરીતો વિરૂધ્ધ નોધાયેલ ગુજસીટોકના ગુન્હામાં તમામ આરોપીઓની તમામ પ્રકારની અરજીઓ સ્પે.પી.પી. તરીકે સંજયભાઈ વોરાએ રજુઆતો કરી રદ કરાવેલ હતી.

આ કામગીરીને ધ્યાનમાં લઈ ગોંડલના નામચીન નિખીલ દોગા અને તેના સાગરીત સામે નોંધાયેલ ગુજસીટોકનો કેસ ચલાવવા માટે કાયદા શાખાએ ખાસ હુકમ કરેલ છે. નિખીલ દોગા સામેના આ કેસમાં નામચીન ગુનેગારો ઉપરાંત ગોંડલ જેલના જેલર પરમારનો પણ સમાવેશ થાય છે. તપાસનીશ અમલદારએ તપાસ પણ કરી તમામ આરોપીઓ સામે નામ. કોર્ટમાં 3000 પાનાનું ચાર્જશીટ રજુ કરેલ છે.

Read About Weather here

કાયદાની જોગવાઈઓ મુજબ આ તમામ આરોપીઓ સામે ચાર્જશીટ મુજબનો કેસ પ્રોસીકયુશને સાક્ષીઓની જુબાની અને દસ્તાવેજોથી પુરવાર કરવાનો રહે છે જે તબકકો કાનુની પ્રક્રિયામાં ઘણો જ મુશ્કેલ ગણવામાં આવે છે. આ તબકકે નિખીલ દોગા અને ટોળકી સામે ગુજસીટોકનો આ કેસ પુરાવા માટે શરૂ થનાર હોય જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ વોરાને ખાસ હુકમથી આ કેસ ચલાવવા નિમણુંક અપાયેલ છે.(૧.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here