ગુજરાત સરકારની ૠજઝ થી 8400 કરોડની આવક

ગત વર્ષ કરતા મેમાં જીએસટીની આવક 12 ટકા વધી…!
ગત વર્ષ કરતા મેમાં જીએસટીની આવક 12 ટકા વધી…!

ઓક્ટોબર મહિનામાં સરકારનો ખજાનો છલોછલ થયો: અત્યાર સુધીની સૌથી વિક્રમી આવક કરી આપતું નવું કરમાળખું

તહેવારો પર મોંઘી ચીજ-વસ્તુઓની જોરદાર ખરીદી, માંગમાં સુધારો અને કાચામાલનાં ખર્ચમાં જોરદાર ઉછાળો જેવા પરિબળોને પગલે ગુજરાતને ગત ઓક્ટોબર 2021 માં જીએસટી માંથી રૂ. 8497 કરોડની જંગ વિક્રમી આવક થઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

એક મહિનામાં થઇ રહેલી આ આવકનો નવો ક્રીતિમાન સ્થપાયો છે. 2020 ઓક્ટોબર માસમાં થયેલી રૂ. 6797 કરોડની આવકનો વિક્રમ પણ પાછળ રહી ગયો છે.

નવા કરમાળખામાંથી માસિક આવકનાં મામલામાં ગુજરાત દેશમાં બીજા ક્રમે રહ્યું છે. મહારાષ્ટ્રને સૌથી વધુ રૂ. 16355 કરોડની આવક એકલા ઓક્ટોબર મહિનામાં થઇ છે અને ખજાનો ભરાઈ ગયો છે.

ગુજરાતનાં નાણા વિભાગનાં પ્રિન્સીપાલ સચિવ જે.પી.ગુપ્તાએ જણાવ્યું હતું કે, તહેવારો પર બજારોમાં ખરીદી નીકળી છે. દરેક ચીજોની માંગ વધી છે. વેપારીઓનું ટન ઓવર ખૂબ ઉંચે ગયું છે

જેના કારણે જીએસટી ની આવકમાં વધારો થયો છે. વધુ વેરો મળ્યો છે. કર્ણાટક ત્રીજા ક્રમે રહ્યું છે. દેશનું સૌથી મોટું રાજ્ય યુ.પી. જીએસટી કલેક્શનમાં પાંચમાં ક્રમે રહ્યું છે.

ગુજરાત સરકારની આવકમાં દર મહિને વધારો થતો નોંધાયો છે. સ્ટેટ જીએસટી ની આવકમાં પણ ઓક્ટોબર માસ દરમ્યાન 40 ટકા જેવો અધધ વધારો થયો છે. એસજીએસટીની આવક ઓક્ટોબરમાં રૂ. 3721 કરોડ જેટલી થઇ છે.

Read About Weather here

જે ગયા વર્ષે આ મહિનામાં જ રૂ. 2731 કરોડ હતી. રાજ્ય સરકાર સૂચવે છે કે ઉત્પાદનની સાથે-સાથે માંગમાં વધારો થયો છે. તેના પગલે સરકારની આવકમાં વધારો થયો છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here