ગુજરાત વિધાનસભાની વહેલી ચૂંટણી?

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ગુજરાતમાં લોકલક્ષી યોજનાઓનાં લોકાર્પણ અને પ્રદેશ પ્રમુખ પાટીલનાં રાજ્યભરનાં કાર્યકરો સાથે સંવાદનાં પગલે મહત્વનાં સંકેતોઉમેદવારોની પસંદગીની કવાયતમાં પણ ભાજપની નેતાગીરી દ્વારા ફરી એકવાર ‘નો રીપિટ થીયરીનો’ મંત્ર અનુસરવામાં આવે એવી શકયતામાત્ર વિસ્તારની લોકપ્રિયતા નહીં પણ કામગીરીનું બળ ઉમેદવારની પસંદગી માટે માપદંડ બને એ શકયતા વધુ ઉજળી: રાજકીય સુત્રોનું અનુમાન ટોચનાં નેતાઓ લોક સંપર્ક કરીને ચૂંટણીઓનો સામનો કરવા છેક તાલુકાથી ટોચ સુધી સંગઠન માળખાને સુદ્રઢ કરવામાં વ્યસ્થ બન્યાના અહેવાલો

દેશમાં 2024 માં યોજાનાર લોકસભાની રાષ્ટ્રીય ચૂંટણીઓ પહેલાનાં સેમિફાઈનલ ગણાયેલી યુ.પી અને પંજાબ જેવા મહત્વનાં રાજ્યો સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં ધાર્યા મુજબની સફળતા મળવાના નક્કર સંકેતોને પગલે ગુજરાત ભાજપની છાવણીમાં ખુશાલીનું મોજું ફરી વળ્યું છે અને રાજકીય નિરીક્ષકો તેનું એવું અર્થઘટન કરી રહ્યા છે કે, યુ.પી.નો ગઢ જાળવી રાખવામાં સફળતા મળી હોવાથી ઉત્સાહિત અને રોમાંચિત ભાજપને નેતાગીરી ગુજરાતમાં વહેલી ચૂંટણીઓનો રાજકીય દાવ ખેલી નાખે તેવી સંભાવના પ્રબળ જણાય છે. આગામી દિવસો ગુજરાતનાં રાજકારણ માટે ખૂબ જ સૂચક અને મહત્વનાં બની રહેવાની શક્યતા છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાતમાં ચૂંટણીઓની તૈયારીઓને લાગે વળગે છે ત્યાં સુધી એ તો કબુલ કરવું પડે કે, ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સીધી દોરવણી હેઠળ ભાજપે તેના સમગ્ર યુનિટને ચૂંટણીલક્ષી ક્ષમતા પ્રદાન કરવાની તૈયારીઓ લાંબા સમય પહેલા શરૂ કરી દીધી છે. ચૂંટણીઓ પહેલા જ ભાજપની સર્વતો મુખી વિકાસની સિધ્ધિઓ સર્જવાની છબી યથાવત રહે અને વધુ મજબુત બને એ માટેનાં પગલાઓમાં કોઈ કચાસ રાખવામાં આવી નથી. એટલે જ એ વ્યૂહરચનાનાં ભાગરૂપે ગુજરાતમાં આખે આખી કેબિનેટ બદલાયા પછી રચાયેલી ભાજપની નવી કેબિનેટ દ્વારા લોકરંજક યોજનાઓનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે અને અનેક લોકલક્ષી પરીયોજનાઓને શરૂ કરી દેવામાં આવી છે.

આ ઝડપી કવાયત એ માત્ર નવી સરકારની સુશાસન કરતી ટીમની છાપ ઉભી કરવા માટેની જ ન હોય બલ્કે આ કવાયત વહેલી ચૂંટણીઓનો સામનો કરવાની લાંબા સમયથી અમલી વ્યૂહરચનાનો એક ભાગ જ હોય તેમ માની શકાય. એવું રાજકીય નિરીક્ષકો કહી રહ્યા છે.ભાજપ માટે અત્યારે જોઈએ તો રાજકીય મેદાન સાવ ખાલીખમ લાગે છે. કોઈ નક્કર પડકાર કોંગ્રેસ તરફથી આવે એવું ભાજપનાં ટીકાકારો પણ માનતા નથી. મોટી આશાઓ જગાવીને ગુજરાતમાં આવેલી આમ આદમી પાર્ટી અકાળે મુરઝાઇ ગઈ હોય એવું અભિપ્રેત થઇ રહ્યું છે. કોંગ્રેસ સંગઠન મજબુત કરવા અને અલગ- અલગ જૂથોને સાથે રાખવા માટે ઉંધેમાથે છે તો બીજીતરફ ગુજરાતનાં રાજકારણની નવી એન્ટ્રી આપનું સંગઠન કોઈ નક્કરરૂપ પકડે તે પહેલા વિખેરાઈ રહ્યું દેખાઈ છે. હજુ કોંગ્રેસ માત્ર એક એવો પક્ષ રાજ્યમાં દેખાઈ છે જે ભાજપને ટક્કર આપી શકે તેમ છે.

જો કે એ માટે કોંગ્રેસે અત્યારથી સંગઠન મજબુત કરવું પડે તેમ છે. સંગઠનની મજબૂતી કરવાની સાથે- સાથે જૂથબંધીનો અંત લાવવો એ કોંગ્રેસ માટે મોટામાં મોટો પડકાર ગુજરાતમાં રહ્યો છે. જો તેની નેતાગીરી સાથે મળીને લડત આપે તો વિધાનસભાની ચૂંટણીઓ વહેલી થાય કે સમય મુજબ થાય ભાજપને ધાર્યા કરતા વધુ જોરદાર લડત આપી શકે છે. ભાજપનાં ગઢમાં સાવ તિરાડો નથી એવું પણ ન કહી શકાય. એ તિરાડોને કોંગ્રેસ કેટલી વધુ ખોતરી શકે છે એ કામગીરી પર કોંગ્રેસની સફળતા- નિષ્ફળતાનાં આધાર રહેશે. આમ આદમી પાર્ટીની વાત કરીએ તો સુરત સિવાય ક્યાંય સંગઠન મજબુત દેખાતું નથી અને પહેલા પ્રયાસે વિધાનસભાની ચૂંટણીઓમાં બહુ મોટી સફળતાની આશા આપને પણ નહીં જ હોય. ગુજરાતમાં સફળતા માટે એ પક્ષે હજુ એક દાયકો વધુ રાહ જોવી પડશે. એવો રાજકીય નિરીક્ષકોનો મત છે.

આ રીતે ભાજપની મજબુત સંગઠન શક્તિ, સતા પર રહેવાના લાભ દર્શક પરિબળો, સામા પક્ષે કોંગ્રેસની ડામાડોળ સ્થિતિ અને આપનાં વધવાને બદલે ઘટી ગયેલા રાજકીય કદને જોતા ભાજપની છાવણી આજે ચૂંટણી જાહેર થાય તો પણ સફળતાથી લડત આપવાના આત્મવિશ્ર્વાસનાં આવી ગઈ હોય તો તેમાં કશું ખોટું નથી. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આવ્યા ત્યારથી સંગઠનની મજબૂતી પર સતત ધ્યાન આપતા રહ્યા છે. સાથે- સાથે પક્ષમાં સ્થાપિત હિતોને પણ શક્ય તેટલા સાઈડલાઈન કરવાની કોશિશો કરતા રહ્યા છે. એમણે જિલ્લાવાર પ્રવાસ પણ કર્યો છે. કાર્યકરો સાથે સંવાદ કરીને એમનામાં આત્મવિશ્ર્વાસ જગાવ્યો છે. પેજ પ્રમુખ અને પેજ સમિતિઓને સક્ષમ, સંગઠિત અને સક્રિય બનાવ્યા છે. બુથવાર આયોજનને પણ નક્કરરૂપ આપવામાં આવી રહ્યું છે. ભાજપની સરકારી પાંખની વાત કરીએ તો ભુપેન્દ્ર પટેલની કેબિનેટે એક વર્ષમાં પાંચ વર્ષની કામગીરીની ઝાંખી લોકોને કરાવવાની હોવાથી રોજ સરેરાશ એક કે બે યોજનાનું લોકાર્પણ કરવામાં આવે છે અને નવી યોજનાઓને જાહેર કરીને તેની કામગીરીનું લોન્ચિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

Read About Weather here

આ રીતે સંગઠન અને સરકાર બંને મોરચે જે તોફાની ગતિથી ભાજપે કામગીરી શરૂ કરી છે એ દર્શાવે છે કે, ગમે ત્યારે ગુજરાતમાં ભાજપ વહેલી ચૂંટણીઓનો પાસો ફેંકવાની જાહેરાત કરી શકે છે. આવનારા દિવસો રાજકીય નિરીક્ષકોનાં મતે ખૂબ જ મહત્વનાં છે અને રાજકીય રીતે નવા કડાકા- ભડાકા થવાનાં એંધાણ ગુજરાતનાં રાજકીય આકાશમાં જોવા મળી રહ્યા છે. માત્ર યુ.પી. અને અન્ય રાજ્યોનાં પરિણામોની જ રાહ જોવાતી હતી એવું ભાજપનાં આંતરિક સુત્રોમાંથી જાણવા મળે છે. પરિણામો જાહેર થઇ ગયા બાદ ગુજરાતમાં પણ નગારે ધા થશે. એવું આંતરિક સુત્રો વિશ્ર્વાસભેર જણાવી રહ્યા છે. ભાજપની નેતાગીરી બહુ નીવડેલા વડીલો સુચિત મંત્ર પર ચાલી રહી છે કે, ‘લોઢું ગરમ હોય ત્યારે હથોડો મારી દેવો જોઈએ.’ ગુજરાત વિધાનસભાની વહેલી ચૂંટણીને લઇને અનેક ચર્ચાઓ થઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here