ગુજરાત યુનિવર્સિટીમાં ABVPનો હોબાળો

ગુજરાત યુનિવર્સિટીમાં ABVPનો હોબાળો
ગુજરાત યુનિવર્સિટીમાં ABVPનો હોબાળો

સુરત વાળી અમદાવાદમાં ના થાય તે માટે પોલીસે ABVPના કાર્યકરોની અટકાયત ટાળી

સુરતમાં ગરબા રમવા મામલે વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ મામલે ગુજરાત યુનિવર્સિટીમાં ABVPના કાર્યકરોએ હોબાળો મચાવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

યુનિવર્સિટી કેમ્પસમાં સુરત પોલીસ હાય હાય, પોલીસ કા એજન્ડા સાફ હૈ ગરબા ખેલના પાપ હૈ જેવા નારા લાગ્યા હતાં. ABVPના કાર્યકરોએ યુનિવર્સિટીમાં શિક્ષણ અને વહિવટી કાર્ય બંધ કરાવવા પ્રયાસ કરાયો હતો.

કે.એસ.સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટમાં અભ્યાસ ચાલુ હતો તે બંધ કરાવવામાં આવ્યો, વિદ્યાર્થીઓને કલાસમાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યાં સુધી પોલીસ મૂકપ્રેક્ષક બની છે

બીજી તરફ પોલીસે સુરત જેવી સ્થિતિ અમદાવાદમાં ના થાય તે માટે વિરોધ કરી રહેલા ABVPના કાર્યકરોની અટકાયત ટાળી છે. ABVPના કાર્યકરોએ યુનિવર્સિટીમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ બંધ કરાવવાનું શરૂ કર્યું છે.

આગામી બે કલાક માટે યુનિવર્સિટીમાં શૈક્ષણિક અને વહિવટી કામગીરી બંધ રાખવામાં આવશે. ABVPના કાર્યકરોએ કહ્યું હતું કે, ગુજરાતના ગૃહમંત્રી જે વિસ્તારમાંથી આવે છે ત્યાં જ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી પરિષદ પર પોલીસ દ્વારા મારામારી કરવામાં આવી તે કેટલું યોગ્ય છે?

NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, ગરબા ડેનું આયોજન નિયમોનું ઉલ્લંઘન કરીને કરવામાં આવ્યું હતું. કોરોના સંક્રમણની સ્થિતિને જોતાં રાજ્ય સરકાર દ્વારા જે ગાઇડલાઇન આપવામાં આવી છે.

તેનું અનુસરણ કરવું જોઈતું હતું, પરંતુ તેનું પાલન કરાયું નથી. ફરજ પર હાજર પોલીસે પોતાની રીતે કામગીરી કરી તે દરમિયાન ABVPના કાર્યકર્તા હોય તેમની સાથે ગેરવર્તન કર્યું છે,

તેમજ તેમની સાથે ગાળા ગાળી કરી છે તે યોગ્ય છે. કુલપતિ પોતે સક્ષમ ન હોવા છતાં પણ તેમણે મૌખિક રીતે મંજૂરી કયા આધારે આપી છે તેનો પણ તેમણે ખુલાસો કરવો જોઈએ.

NSUIના શહેર પ્રમુખ મનીષ દેસાઈએ જણાવ્યું કે, ABVPની સરકાર હોવાને કારણે તેઓ પોતાની મનમાની કરી રહ્યા છે અને પોલીસ સામે તેઓ દાદાગીરી કરી રહ્યા છે.

ભાજપની સરકાર હોવાને કારણે તેઓ પોલીસને દબાવી રહ્યા છે. રાજ્ય સરકારે સ્પષ્ટ નિર્દેશ કર્યા છે કે ખુલ્લા પાર્ટી પ્લોટની અંદર કોઈએ પણ નવરાત્રિનું આયોજન કરવાનું નથી.

Read About Weather here

તો કયા આધારે તેમને મંજૂરી આપવામાં આવી છે તે એક મોટો પ્રશ્ન છે. અમે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે કે કુલપતિ, કુલ સચિવ અને ABVPના કાર્યકર્તાઓ સામે પગલાં લે. જો પોલીસ કોઇ કાર્યવાહી નહીં કરે તો અમે આ બાબતે વિરોધ નોંધાવીશું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here