ગુજરાત નિકાસમાં દેશભરમાં અવ્વલ નંબર પર

ગુજરાત નિકાસમાં દેશભરમાં અવ્વલ નંબર પર
ગુજરાત નિકાસમાં દેશભરમાં અવ્વલ નંબર પર

પહેલી વખત રૂ. પાંચ લાખ કરોડની સપાટી પાર કરી વિક્રમ સ્થાપતું રાજ્ય: મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટકને પણ પાછળ છોડ્યા, ઈજનેરી સામાન, હિરા અને ઝવેરાત, રસાયણ, દવાઓની વધુ નિકાસ

વિવિધ પ્રોડક્ટ, રસાયણ, દવાઓ સહિતની ચીજ-વસ્તુઓની નિકાસમાં ગુજરાતે અસાધારણ સિધ્ધ્ધિ હાંસલ કરી છે અને દેશભરમાં સૌથી વધુ નિકાસ કરીને અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે. 2021 નાં પ્રથમ ભાગ સુધીમાં ગુજરાતે નિકાસોમાં રૂ. પાંચ લાખ કરોડની સપાટી વટાવી અદ્દભુત વિક્રમ સ્થાપિત કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

દેશના તમામ રાજ્યોને પાછળ મૂકી દઈ ગુજરાતે નિકાસોમાં 118 ટકા જેવો જોરદાર વધારો નોંધાવ્યો છે. ચાલુ નાણાંકીય વર્ષ દરમ્યાન ગુજરાતનો વાર્ષિક નિકાસ આંક રૂ. નવ લાખ કરોડ સુધી પહોંચવાનો નિષ્ણાંતો ગણતરી કરી રહ્યા છે.

એસોચેમનાં ગુજરાત વિભાગનાં ચેરમેન ચિંતન ઠાકરે જણાવ્યું હતું કે, ચીનનાં વિકલ્પ રૂપે અનેક દેશો ભારત પર આશાભરી નજર માંડી રહ્યા છે. ચીનનું નુકશાન ગુજરાત માટે આશિર્વાદ બન્યું છે.

ગુજરાતમાંથી ઈજનેરી સરસામાન, પેટ્રોલિયમ પ્રોડક્ટ, હિરા અને ઝવેરાત, ઓર્ગેનિક તથા બિનઓર્ગેનિક રસાયણો, ઔષધીઓ તથા મેડીકલ સર-સામાનની રાજ્યમાંથી વધુ પ્રમાણમાં નિકાસ થઇ છે.

રાજ્યનાં વેપાર અને વાણિજ્ય વિભાગનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ગુજરાત આમ પણ દર વર્ષે રૂ. સાડા ચાર લાખ પહેલા 6 માસમાં જ રૂ. 5.16 લાખ કરોડની નિકાસ કરીને વિક્રમ કર્યો છે. જીએસટી માળખાને કારણે નિકાસો વધી હોવાનું અધિકારીનું માનવું છે.

કેમકે અગાઉ એવું થતું કે ગુજરાતમાં બનેલો સામાન મુંબઈથી નિકાસ થતો ત્યારે તેને મહારાષ્ટ્રનો સર-સામાન ગણી લેવામાં આવતો. હવે જીએસટી માળખાને કારણે ગુજરાતમાંથી જતા માલ-સામાનને રાજ્યની યાદીમાં જ ગણવામાં આવે છે.

અત્યારે સુધી નિકાસમાં આગળ રહેતા મહારાષ્ટ્ર, તમિલનાડુ અને કર્ણાટક જેવા રાજ્યોને પણ ગુજરાતે પાછળ મૂકી દીધા છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનાં ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાએ જણાવ્યું હતું કે, અગાઉ હું વર્ષે માત્ર 8 થી 10 સબમર્સીબલ પંપની સાઉદી અરેબિયા નિકાસ કરી શકતો હતો.

Read About Weather here

ત્યારે ચીનમાંથી સાવ સસ્તા પંપ મળતા હતા. અત્યારે એકલા સાઉદીનો બે હજાર પંપનો ઓર્ડર અત્યારે મારી પાસે પેન્ડીંગ છે. આ રીતે અન્ય દેશો ભારત તરફ આવી રહ્યા છે. ચીનનું નુકશાન ગુજરાતનો ફાયદો બન્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here