ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્ય પર ભાજપની નજર!

ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્ય પર ભાજપની નજર!
ગુજરાત કોંગ્રેસના 10 ધારાસભ્ય પર ભાજપની નજર!

રાજસ્થાન ધારાસભ્ય સંયમ લોઢાના ટ્વીટથી ખળભળાટ
સંયમ લોઢાએ ટ્વીટ કરીને ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ પડવાની શક્યતા વ્યક્ત કરી

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના સલાહકાર સંયમ લોઢાએ કહ્યું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરી રહી છે
મુખ્યમંત્રી અશોક ગેહલોતના સલાહકાર અને સિરોહીના ધારાસભ્ય સંયમ લોઢાના નિવેદનને કારણે દિલ્હી સહિત રાજસ્થાનમાં રાજકીય હલચલ વધી ગઈ છે. સંયમ લોઢા છેલ્લા કેટલાક સમયથી પોતાની જ સરકાર પર હુમલો કરી રહ્યા છે. તેની વચ્ચે હાલમાં જ સંયમ લોઢાએ એક ટ્વીટ કરીને ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ પડવાની શક્યતા વ્યક્ત કરી છે.
સંયમ લોઢાએ 18મી માર્ટે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022, ભાજપની નજર કોંગ્રેસના 10 ધારાસભ્યો પર છે. સ્વસ્થ રહો, સતર્ક બનો. લોઢાએ સ્પષ્ટપણે ગુજરાત કોંગ્રેસમાં ભાંગફોડની શક્યતા વ્યક્ત કરી છે. લોઢાએ પોતાના ટ્વીટમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ ટેગ કર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

એક મીડિયા સાથેની ચર્ચા દરમિયાન સંયમ લોઢાએ કહ્યું કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભાજપ કોંગ્રેસના 10 ધારાસભ્યોના સંપર્કમાં છે. આ અંગે મેં ગુજરાત પ્રભારી રઘુ શર્માને પણ જાણ કરી છે. કોંગ્રેસનો શુભેચ્છક હોવાના નાતે આવા ષડયંત્રનો પર્દાફાશ કરવાની મારી ફરજ છે. મેં બધાને ચેતવણી આપી છે, સાવચેત રહેવું જરૂરી છે.

Read About Weather here

અત્રે ઉલ્લેખનીય છે કે, 2020 માં, કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું, પાછળથી જૂન 2020 માં, કોંગ્રેસના તમામ આઠ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. ત્યારે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને જયપુર ખસેડવામાં આવ્યા હતા. ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોનો આ ટ્રેન્ડ જૂનો છે. તાજેતરમાં જ કોંગ્રેસના 5 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. ગુજરાતમાં હવે કોંગ્રેસના 65 ધારાસભ્યો બચ્યા છે. કોંગ્રેસે ભાજપ પર છેડછાડની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here