ગુજરાત કોંગ્રેસના પ્રમુખનું નામ જાહેર.!

ગુજરાત કોંગ્રેસના પ્રમુખનું નામ જાહેર.!
ગુજરાત કોંગ્રેસના પ્રમુખનું નામ જાહેર.!
આજે સાંજે ગાંધીનગરમાં ધારાસભ્યો સાથેની બેઠકમાં વિરોધપક્ષના નેતાપદે આદિવાસી નેતા સુખરામ રાઠવાનું નામ જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં છેલ્લા છ મહિના કરતાં વધુ સમયથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધપક્ષના નેતાએ રાજીનામાં આપ્યા બાદ નવી નિમણૂક અંગેના વિવાદનો અંત આવી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

એમા ગુજરાત કોંગ્રેસના પ્રમુખપદે ઠાકોર સમાજના આગેવાન અને ઉત્તર ગુજરાતના ખમતીધર નેતા જગદીશ ઠાકોરને સત્તાવાર પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.ઉત્તર ગુજરાતના ઓબીસી સમાજનો મોટો ચહેરો અને તેજ વક્તા તરીકે જાણીતા પૂર્વ સાસંદ જગદીશ ઠાકોર બે વખત ધારાસભ્ય ચૂંટણી લડ્યા છે.

દેહગામ વિધાનસભા બેઠક પરથી 2002થી 2007 અને 2007થી 2009 સુધી ધારાસભ્ય રહ્યા છે. 2009ની લોકસભા ચૂંટણીમાં ચાલુ ધારાસભ્યને પગલે પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. 2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાંસદ રહી ચૂક્યા છે.

ગુજરાતના વિપક્ષના નેતા તરીકે પાવીજેતપુરના આદિવાસી ધારાસભ્ય સુખરામ રાઠવાની પસંદગી કરાઇ છે. અત્યારસુધી કુલ 8 વખત તેઓ ધારાસભ્યની ચૂંટણી લડ્યા છે, જેમાં 5 વખત વિજેતા બન્યા છે.

7 વખત છોટાઉદેપુર બેઠક પર લડ્યા છે. જયારે વર્ષ 2012 અને 2017માં પાવીજેતપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. પાવીજેતપુરમાં પ્રથમ ચૂંટણીમાં ભાજપના જ્યંતી રાઠવા સામે 4273 મતથી હાર્યા હતા,

જ્યારે 2017માં 3052 મતથી ભાજપના જયંતી રાઠવા સામે જીત મેળવી હતી. વર્ષ 1985થી ધારાસભ્યની ચૂંટણી લડી રહ્યા છે. તેઓ કવાંટ તાલુકાના જામલી ગામના રહેવાસી છે.

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ગુજરાતમાં ઠેર ઠેર સભાઓ યોજીને કોંગ્રેસના કાર્યકરોને કહ્યું હતું કે જૂથવાદ છોડીને કામે લાગી જાઓ, રાજ્યમાં છેલ્લાં 25 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી.

કોંગ્રેસને સત્તામાં લાવવા માટે તમામ કાર્યકરો જૂથવાદને ભૂલીને પક્ષ અને સંગઠનને મજબૂત કરવાનું કામ કરો, પરંતુ કોંગ્રેસમાં સતત ઊકળી રહેલા જૂથવાદથી તેઓ પણ હવે નવા નેતાની પસંદગીને લઈને ભોંઠા પડ્યા હતા.

ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખના મામલે પ્રભારી રઘુ શર્માથી માંડીને રાહુલ ગાંધી સુધી બેઠકો ચાલી હતી, પરંતુ અંતે જૂથવાદને બાજુએ મુકી કોંગ્રેસે જગદીશ ઠાકોરને પ્રમુખ બનાવવાની હિમચાલ કરી વિધાનસભાની આગામી ચૂંટણીઓ માટેનાં નવાં જ સમીકરણો

Read About Weather here

ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખપદ અને વિરોધપક્ષના નેતા માટે લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી હતી, જેમાં અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, ભરતસિંહ સોલંકી અને હાર્દિક પટેલ પ્રમુખ બનવા માટે લોબિંગ કરી રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here