ગુજરાતમાં મ્યુકરથી પાંચ દિવસમાં 41નાં મોત, રાજકોટમાં કોરોના ડચકા ખાય છે

ગુજરાતમાં મ્યુકરથી પાંચ દિવસમાં 41નાં મોત, રાજકોટમાં કોરોના ડચકા ખાય છે
ગુજરાતમાં મ્યુકરથી પાંચ દિવસમાં 41નાં મોત, રાજકોટમાં કોરોના ડચકા ખાય છે

ગુજરાતમાં મ્યુકરમાઇકોસિસના રોગની માત્રા વધી ગઇ છે. પરંતુ કોરોના મરણ પથારીએ પહોંચી ગયો છે.

રાજયમાં છેલ્લા પાંચ દિવસમાં મ્યુકરમાઇકોસિસથી 41 દર્દીઓના મૃત્યુ થયાનું નોંધાયું છે. કોરોના ગ્રસ્ત દર્દીઓને જ આ વાઇરસ અસર કરતો હોય છે જેનાં કારણે આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. કોરોનાની વાત કરીએ તો ગુજરાતના અન્ય શહેરોની જેમ રાજકોટમાં પણ કોરોના હવે મરણ પથારીએ પહોંચી ગયો છે.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

ગઇકાલે આખા દિવસ દરમ્યાન શહેરમાં કોરોનાના માત્ર 4 કેસ નોંધાયા હતા અને તેની સામે પાંચ દર્દીઓને સાજા નરવા થઇ જતા રજા આપી દેવામાં આવી હતી. શુક્રવારે કુલ 2844 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આજે તા.3ને શનિવારે બપોરે 2 વાગ્યા સુધીમાં કોરોનાનો માત્ર 1 કેસ નોંધાયો હતો. અત્યાર સુધીમાં કુલ 42175 દર્દીઓ સાજા થઇને ઘરે પહોંચી ગયા છે.