કેજરીવાલ રાજકોટ પ્રવાસે

કેજરીવાલ રાજકોટ પ્રવાસે
કેજરીવાલ રાજકોટ પ્રવાસે
આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજકોટ આવ્યા છે. બપોરે 2.30 વાગ્યે રાજકોટના એરપોર્ટ પર આગમન થયું હતું. વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ જોરશોરથી તૈયારીમાં લાગી ગઈ છે. અહીં આપના નેતાઓએ સૂતરની આંટી પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું. બાદમાં તેઓ ઇમ્પીરિયલ પેલેસ હોટલ ખાતે રવાના થયા હતા. સાંજે 6 વાગ્યે શાસ્ત્રી મેદાનમાં જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે.આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજરોજ રાજકોટની એક દિવસની મુલાકાતે આવ્યા છે. ત્યારે રાજકોટના એરપોર્ટ ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

કેજરીવાલ રાજકોટ આવતા જ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો.

અરવિંદ કેજરીવાલના સ્વાગત સમયે ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. એરપોર્ટ ખાતેથી અરવિંદ કેજરીવાલ હોટલ ઇમ્પેરિયલ પેલેસ ખાતે પહોંચ્યા હતા.AAP નેતા ઇસુદાન ગઢવીએ કાર્યક્રમની વાત કરતાં વધુમાં જણાવ્યું હતું કે એરપોર્ટથી હોટલ ઇમ્પીરિયલ પેલેસ ખાતે અરવિંદ કેજરીવાલ પહોંચ્યા છે. એમાં પહેલા હોટલ ઇમ્પીરિયલ ખાતે સામાજિક અને રાજકીય આગેવાનો સાથે મહત્ત્વની બેઠક યોજશે તેમજ સાંજે 5:00 વાગ્યે પત્રકાર પરિષદ સંબોધશે. સાંજે 6થી 6:30 વાગ્યે શહેરના શાસ્ત્રી મેદાન ખાતે સભા સંબોધશે. સભા પૂર્ણ થયા બાદ હોટલ ઇમ્પીરિયલ ખાતે ફરી આવશે.

Read About Weather here

રાત્રિરોકાણ રાજકોટમાં કર્યા બાદ 12 તારીખે સવારે રાજકોટ એરપોર્ટથી ફરી દિલ્હી જવા રવાના થશે.ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાષ્ટ્રીય નેતાઓ પણ રાજકોટ ભણી દોટ મૂકવા લાગ્યા છે. ગઈકાલે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ દાહોદમાં સભા ગજવ્યા બાદ આજે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ રાજકોટ આવ્યા છે. આજે અરવિંદ કેજરીવાલની સભા પર આખા ગુજરાતના રાજકીય નેતાઓની નજર રહેશે, કેમ કે તેમની સભાને શક્તિપ્રદર્શનની દૃષ્ટિએ પણ જોવામાં આવી રહ્યું છે.કેજરીવાલ પહેલી વખત રાજકોટ આવ્યા હોવાથી તેમને આવકારવા માટે કાર્યકરોમાં પણ ઉત્સાહ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here