ગુજરાતમાં દિવસે-દિવસે મોંઘી બનતી જતી પુષ્પોની સુગંધ

ગુજરાતમાં દિવસે-દિવસે મોંઘી બનતી જતી પુષ્પોની સુગંધ
ગુજરાતમાં દિવસે-દિવસે મોંઘી બનતી જતી પુષ્પોની સુગંધ

રાજ્યમાં તહેવારો પછી પણ ફુલનાં ભાવ પ્રતિકિલો રૂ. 800: શ્રાવણ અને નવરાત્રીમાં ભાવ માત્ર રૂ. 200 પ્રતિકિલો હતો: ચરોતરમાં અતિવૃષ્ટિને કારણે ગુલાબનાં વાવેતરને મોટો ફટકો

દેશી ગુલાબનાં પુષ્પોની આપણે ત્યાં દરેક તહેવારો, પ્રસંગો અને પૂજાપાઠમાં અનિવાર્ય માનવામાં આવે છે. છેલ્લા થોડા સમયથી તાજા ગુલાબ સહિતનાં ફૂલોની સુગંધ વધુને વધુ મોંઘી બની રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુલાબનું ઘર કહેવાતા ગુજરાતનાં ચરોતર વિસ્તારમાં ગુલાબની ખેતીને અતિવૃષ્ટિને પગલે જબરો ફટકો પડ્યો છે. ગુલાબની ખેતી કરતા ખેડૂતોને જંગી નુકશાન થયું છે. ત્યારબાદ ભાવમાં એકધારો સતત વધારો થયો છે.

અત્યારે તો ફુલનાં ભાવ વધીને પ્રતિકિલો રૂ. 800 સુધી પહોંચી ગયા છે. એટલે ફુલોની મહેક પણ પરવળે તેવી રહી નથી.આણંદ જિલ્લાનાં ફૂલોની ખેતી કરતા ખેડૂતો જણાવે છે

કે દિવાળી પર સામાન્ય રીતે દર વર્ષે ખેતરમાં 50 કિલો જેટલા ગુલાબ ઉગાડી શકાતા હતા પણ મેઘતાંડવને પરિણામે આ વર્ષે દિવાળી પર માત્ર એક કિલો ગુલાબ ઉગાડી શકાયા છે.

ખેડૂતોને ખર્ચ પણ પાછો મળ્યો નથી. શ્રાવણમાસ અને નવરાત્રી દરમ્યાન ફુલનાં ભાવ પ્રતિકિલો રૂ. 200 હતા. જે હવે વધીને પ્રતિકિલો રૂ. 800 થી માંડીને 1 હજારની સપાટી પર પહોંચી ગયા છે.

વડોદરામાં ગુલાબનો ભાવ એક કિલોનો રૂ. 500 થઇ ગયો છે. ઘણા વેપારીઓ તો ફુલનાં હાર બનાવવા માટે પુષ્પોનું છૂટક વેચાણ પણ બંધ કરી રહ્યા છે.

Read About Weather here

ફુલનાં હારમાં પણ અલગ-અલગ ફૂલ મિલાવીને એટલે કે ગુલાબની સાથે ગેંદાનાં ફુલ મિલાવીને હાર તૈયાર કરવામાં આવે છે અને પ્રસંગો પર લોકો માટે ફુલની સુગંધ લેવાનું પણ દુષ્કર બનતું જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here