ગુજરાતમાં દાયકાની સૌથી રોમાંચક દિપાવલી, નુતન વર્ષ ઉજવણી

ગુજરાતમાં દાયકાની સૌથી રોમાંચક દિપાવલી, નુતન વર્ષ ઉજવણી
ગુજરાતમાં દાયકાની સૌથી રોમાંચક દિપાવલી, નુતન વર્ષ ઉજવણી

આજે લાભપાંચમ: ધંધા રોજગારનો શુભ મુહૂર્ત સાથે પુન:પ્રારંભ
રાજ્ય અને દેશમાં અંદાજે સવા લાખ કરોડની જંગી ખરીદી કરતા લોકો: સૌથી વધુ નવી દિલ્હીમાં 25 હજાર કરોડનો બિઝનેસ થતા વેપારીઓ રાજીરાજી: ગુજરાતમાં પણ તહેવાર મગ્ન લોકોએ ખરીદીનો નવો વિક્રમ સ્થાપ્યો

ગુજરાત અને દેશભરમાં અદમ્ય ઉત્સાહ, મોજ મસ્તી અને રંગત સાથે દિપાવલી તથા નવા વર્ષનાં તહેવારોની અભૂતપૂર્વ ઉજવણી કરીને લોકોએ કોરોનાની કડવાશને ભુલાવી દેવાનો સફળ પ્રયાસ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

હરવા ફરવાનાં શોખીન ગુજરાતીઓ તન, મન, ધનથી તહેવાર ઉજવીને મનભરીને હર્યા-ફર્યા છે અને થાકી ન જવાય ત્યાં સુધી ખરીદી કરી છે. જેના પગલે વેપારી વર્ગને બત્રીસે કોઠે દિવા પ્રગટી ઉઠ્યા છે.

ખૂબ જ ઉત્સાહ સાથે તહેવારોની ઉજવણી બાદ આજે લાભપાંચમનાં શુભ દિવસથી ફરીથી ધંધા-રોજગારનો પુન:પ્રારંભ કરવામાં આવ્યો છે. શુભ મુહૂર્ત સાથે વેપારીઓ અને ધંધાથીઓએ રોજગારનો પુન:પ્રારંભ કરી દીધો છે.

ગુજરાતીઓએ આ વખતે પાછલા વર્ષોની કસર કાઢી લેવી હોય તેમ ચીજ વસ્તુઓની ખરીદીનો નવો વિક્રમ સ્થાપી દીધો છે.માહિતગાર સુત્રોએ જણાવ્યા મુજબ દેશભરમાં માત્ર 3 દિવસમાં ઉત્સાહ પ્રેમી લોકોએ કુલ રૂ. સવા લાખ કરોડની ખરીદી કરી રંગેચંગે અને ધામધૂમથી દિવાળી પર્વની ઉજવણી કરી છે.

એકલા નવી દિલ્હીમાં રૂ. 25 હજાર કરોડનો વેપાર થયો છે. જેના કારણે મંદીનાં લાંબા કાળમાંથી પસાર થયેલા વેપારી જગતમાં હર્ષ અને આનંદનાં લાખો દિવડા એક સાથે પ્રગટી ઉઠ્યા છે.

વ્યાપાર ઉદ્યોગની રાષ્ટ્ર વ્યાપી સંસ્થાએ જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં જોવા મળી ન હોય તેવી જોરદાર ખરીદી આ દિવાળી પર જોવા મળી છે. અભૂતપૂર્વ ઉત્સાહ અને મોજ મસ્તી સાથે આવી દિવાળીને ઉજવણી પાછલા દાયકામાં જોવા મળી નથી.

મંદીની તમામ ખોટ વેપાર જગતએ ભરપાઈ કરી લીધી છે.ગુજરાતી પરિવારોએ તો મન ભરીને ખાણી-પીણી અને ખરીદીનો આનંદ ઉઠાવી વેપારી આલમને તરબતર કરી દીધી છે. ગુજરાતીઓએ દિવાળી પર નવા વસ્ત્રો ઉપરાંત દાગીના, ધડિયાળ, સુકો મેવો, મીઠાઈ વગેરેની મભલક ખરીદી કરી વેપારીઓને રાજીનાં રેડ કરી દીધા છે.

આ વખતે લોકોએ ચીની માલ-સામાનને પસંદ કર્યો નથી પણ ભારતીય બનાવટની તમામ ચીજ-વસ્તુઓની ખરીદી કરી છે. આ રીતે ગુજરાતી પરિવારોએ પાછલા વર્ષોની ખોટ ભરપાઈ કરી દાયકાની સૌથી સર્વોતમ, સૌથી મોંઘી અને સૌથી વધુ ઉત્સાહ સભર દિપાવલી ઉજવણી કરી છે.

દૂર-દૂર નાં પર્યટન સ્થળો પર ફરવા નીકળી ગયેલા ગુજરાતી સહેલગાહ શોખીન પરીવારોએ અન્ય રાજ્યોનાં વેપાર ધંધામાં પણ તેજીની રંગોળી પૂરી છે. ગોવા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કાશ્મીર, ઉતરાખંડ જેવા રાજ્યોમાં ગુજરાતી સહેલાણીઓએ મનભરીને તહેવારની રજાઓ માણી લીધી છે

Read About Weather here

અને એ રાજ્યોનાં હોટેલ, ખાણી-પીણીને બખા કરાવી દીધા છે. આજે લાભપાંચમ છે. વેપાર ધંધાનો શુભ મુહૂર્ત સાથે પુન:પ્રારંભ થઇ ગયો છે. મહેનતુ ગુજરાતીઓ આનંદ માણીને ફરીથી કામે વળગી ગયા છે. હવે 14 નવેમ્બરથી લગ્નસરાની મોસમ પણ શરૂ થઇ રહી છે. લગ્નની મોસમમાં પણ ઘરાકી જામવાની વેપારીઓને આશા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here