ગુજરાતમાં ચૂંટણીનું રણશિંગુ વહેલુ ફુંકાય તેવી સંભાવના

ગુજરાતમાં ચૂંટણીનું રણશિંગુ વહેલુ ફુંકાય તેવી સંભાવના
ગુજરાતમાં ચૂંટણીનું રણશિંગુ વહેલુ ફુંકાય તેવી સંભાવના

ઉતરપ્રદેશ સહિત 4 રાજ્યોમાં ભાજપનો વિજય
વહેલી ચૂંંટણી ન થાય તો પણ કાલથી ગુજરાતમાં ચૂંટણીની તૈયારીને વેગ મળશે તે નિશ્ર્ચિત

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. યુપી-પંજાબ-ઉતરાખંડ -ગોવા અને મણીપુરની ચૂંટણી અને આજના પરિણામ બાદ તેમનો ગુજરાતનો પ્રથમ પ્રવાસ છે. તેમનો પ્રવાસ પરિણામ પહેલા જાહેર થઇ ગયેલ પરંતુ પરિણામ પછી તેનું મહત્વ વધી ગયું છે. પંજાબ સિવાયના રાજયોમાં ભાજપની લોકપ્રિયતા સિધ્ધ થઇ છે.

રાબેતા મુજબ ગુજરાતમાં નવેમ્બર-ડિસેમ્બરમાં ધારાસભાની ચૂંટણી યોજાનાર છે. ભાજપના સતાવાર વર્તુળો નિયત સમયે જ ચૂંટણી આવવાનો દાવો કરે છે છતાં હાલના માહોલનો લાભ લેવા ભાજપ વહેલી ચૂંટણીનો ઘા કરી દે તો નવાઇ નહી તેમ રાજકીય સમીક્ષકોનું માનવું છે. ચૂંટણી વહેલી થવાની હોય તો મે આસપાસ આવી શકે છે.પાંચ રાજયોમાંથી 4 રાજયોમાં ભાજપ માટે અપેક્ષા મુજબ પરિણામ આવ્યું છે. દેશના સૌથી મોટા રાજય યુપીમાં ભાજપને ફરી સતા મળી છે.

Visit Saurashtra Kranti Homepage here

દેશમાં હજુ ભાજપનો સુરજ તપે છે તેવો માહોલ બન્યો છે. આ માહોલનો લાભ લેવા તેમજ પંજાબમાં સફળ થયેલ આમ આદમી પાર્ટીને ગુજરાતમાં વધુ પગપેસારો કરતી રોકવા વહેલી ચૂંટણીનો પ્રયોગ થઇ જાય તેવી સંભાવના રાજકીય સમીક્ષકો નકારતા નથી.આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ ચૂંટણીલક્ષી રણશિંગુ ફુંકનારો બની રહેશે?? પાંચ રાજયોમાંથી પરવારેલા મોદી અને અમિતભાઇ શાહ હવે ગુજરાત તરફ ધ્યાન કેન્દ્રીત કરશે.

કાલના કાર્યક્રમોનું સ્વરૂપ રાજકીય રીતે વિશેષ મહત્વનું ગણાય છે. ગુજરાતમાં હાલ કેવુ શાસન ચાલે છે અને તેનાથી ચૂંટણીમાં શું અસર રહે તે હાઇકમાન્ડ જાણે છે. જો ધારણા મુજબ વહેલી ચૂંટણી આવે તો તેના માટે 1 થી વધુ કારણો જવાબદાર હશે. વહેલી ચૂંટણી ન થાય તો પણ કાલથી ગુજરાતમાં ચૂંટણીની તૈયારીને વેગ મળશે તે નિશ્ર્ચિત છે.વડાપ્રધાન મોદી આવતીકાલે અમદાવાદ ઍરપોર્ટ પહોચે ત્યારે ભવ્ય સ્વાગતની તૈયારી કરાઇ છે.

Read About Weather here

ત્યાંથી કમલમ કાર્યાલય ગાંધીનગર સુધી રોડ-શો યોજાશે. કાર્યાલય ખાતે ભાજપના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી છે. 4 વાગ્યે પંચાયત મહાસંમેલનમાં હાજરી આપશે. સાંજની બેઠકો અને રાત્રી રોકાણ અમદાવાદમાં છે. બીજા દિવસે તા.1રમીઍ સવારે 10 થી 1 વાગ્યા સુધી રક્ષાશકિત યુનિવર્સિટીના પદવીદાન કાર્યક્રમમાં હાજરી આપશે. બપોર વચ્ચે રાજભવનમાં બેઠકોનો દોર ચલાવશે. સાંજે 6 વાગ્યે અમદાવાદમાં ખેલ મહાકુંભ ઉત્સવનું ઉદઘાટન કરશે અને ત્યાર બાદ દિલ્હી જવા રવાના થશે. આજના પરિણામથી ભાજપના કાર્યકરોનો ઉત્સાહ વધ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here